ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અમરેલી (આઈ.ટી.આઈ) ખાતે તા. ૩૦ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ સ્કિલ એક્સપો યોજાશે. આ સ્કિલ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં કુશળતા વિકાસ અંગે જાગૃત્તિ લાવવાનો, વ્યાવસાયિક અને ટેક્નિકલ શિક્ષણના વિવિધ વિકલ્પો અંગે માહિતી આપવાનો તથા ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે સેતુ બાંધવાનો છે.
આ સ્કિલ એક્સપો દરમિયાન આઈ.ટી.આઈ અમરેલી ખાતે ચાલતા વિવિધ ટ્રેડ્સના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ મોડેલ્સ, પ્રોજેક્ટસ, પ્રાયોગિક કુશળતાનું પ્રદર્શન કરવામાં આવશે. તેમજ ડ્રોન ટેક્નોલોજી જેવા કોર્ષ વિષયક માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે અમરેલી જિલ્લાની તમામ હાઈસ્કૂલો તથા વોકેશનલ કોર્ષ ચલાવતી શાળાઓના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો સાથે સ્કિલ એક્સપોની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવે છે. જેથી તેઓ ભવિષ્યમાં ટેક્નિકલ અને શિક્ષણ તરફ પ્રેરાઈ શકે તેમ આચાર્ય શ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


















Recent Comments