ગુજરાત

રાજકોટમાં લોકમેળા માટે રાજ્ય સરકારે SOP નિયમોમાં કર્યા ફેરફાર; અયોજક્કો અને મેળા સાથે સંકળાયેલા લોકોને મોટી રાહત

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જગ્યાએ જન્માષ્ટમી દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાઈ અને સાવચેતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ર્જીંઁ ઘડવામાં આવી છે જેમાં આ વર્ષે સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવતા અયોજક્કો અને મેળા સાથે સંકળાયેલા લોકોને મોટી રાહતના સમાચાર આવ્યા છે.
એસઓપી માં સૌથી મોટો અને રાહત આપનારો ર્નિણય એ છે કે, હવે મેળામાં દુકાનો કે સ્ટોલ માટે ઇઝ્રઝ્ર (રીઈન્ફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ) ફાઉન્ડેશન ફરજિયાત રહેશે નહીં. અગાઉ આ નિયમ લાગુ પડતો હોવાથી ખર્ચ અને સમય બંનેનો વ્યય થતો હતો. તેના બદલે, હવે સોઈલ ટેસ્ટ (માટી પરીક્ષણ) રિપોર્ટ માન્ય રાખવામાં આવશે. આ ર્નિણયથી મેળાના આયોજનમાં સરળતા રહેશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે.
લોકમેળાના ફોર્મ ભરવાની ત્રીજી મુદત પૂર્ણ થઈ હોવા છતાં રાઇડ્સના ફોર્મ ન ભરાયા હોવાનું પણ સામે આવ્યું હતું. જેની પાછળનું કારણ સખત ર્જીંઁ હોવાનું જણાયું હતું. જ્યારે હવે રાજ્ય સરકારે લોકમેળાને લઈને ર્જીંઁના નિયમો હળવા કર્યા છે, ત્યારે આયોજકો સહિતના લોકોને મોટી રાહત મળશે.
લોકમેળાને લઈને સરકારે ર્જીંઁના નિયમો હળવા કર્યા
રાજ્યમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (ર્જીંઁ)ના નિયમોને રાજકોટમાં લોકમેળો યોજાશે કે નહીં તેવા સવાલો ઊભા થયા હતા. જ્યારે હવે સરકારે ર્જીંઁના નિયમો હળવા કર્યા છે, ત્યારે આયોજકો અને મેળાના ચાહકોએ રાહત અનુભવી છે. નવા નિયમો મુજબ, હવે મેળામાં સ્થાપિત કરાતી દુકાનો કે સ્ટોલમાં હવે ઇઇઝ્ર ફાઉન્ડેશન ફરજિયાત રહેશે નહીં. જેમાં હવે સોઈલ ટેસ્ટ રિપોર્ટને માન્ય રાખવામાં આવશે. આમ થવાથી આયોજકોને વધુ ખર્ચ થતો અટકશે અને સમયનો વ્યય નહીં થાય.

Related Posts