ભાવનગર

મહુવાના કળસાર ખાતે રાજ્યસ્તરીય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મુંબઈના સહયોગથી ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન (કળસાર), ગ્રામ નિર્માણ
સમાજ (મહુવા), ગ્રામ દક્ષિણામૂર્તિ-મણાર તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જી.એલ.પી.સી ના સંયુક્ત ઉપક્રમે
રાજ્યસ્તરીય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ વર્ષની થીમ “Give to Gain” હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના કલેક્ટરશ્રી ડૉ. મનીષ
કુમાર બંસલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન, ગ્રામ નિર્માણ સમાજ અને ગ્રામ
દક્ષિણમૂર્તિ-મણાર દ્વારા હાલ ૧૮૦૦ થી વધુ સખી મંડળોના માધ્યમથી ૧૮,૦૦૦ થી વધુ બહેનોને આજીવિકા તથા
બચત-ધિરાણ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવી છે. જેના માધ્યમથી ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણ
માટે નોંધપાત્ર કાર્ય કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના વિવિધ 22 જિલ્લાઓમાંથી સફળતાપૂર્વક આર્થિક એકમો ચલાવતા 46 થી વધુ સખી મંડળોને
‘પીડીલાઇટ પુરસ્કાર’થી મહેમાનોના હસ્તે પ્રશસ્તીપત્ર અને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ
ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પિડિલાઇટ અને GLPC સાથે થયેલ MOU અંતર્ગત 500
SHG (અમરેલી અને ભાવનગર) સાથે થયેલ કામગીરી પૈકીના 2 SHG નું પ્રતિકરૂપે સન્માન કરવામાં આવ્યા તથા
સ્કિલ અંતર્ગત પ્લંબિગમાં પહેલી બેચના 22 મહિલાઓને, આંગણવાડીની સુંદર કામગીરી માટે ભાવનગર જિલ્લાની
10 બહેનો, આરોગ્યમાં સુંદર કામગીરી બદલ આશા વર્કર બહેનોનેને, ગ્રામ્ય સ્તરે ડોર- ટુ ડોર સ્વચ્છતાની કામગીરી
સાંભળી રહેલ VO બહેનો તથા મહિલા ITI ના નેશનલ લેવલ સન્માનિત શિક્ષક શ્રી ધારાબેન શુક્લા ને સન્માનીત
કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભાવનગરની કૂપોષિત 117 સગર્ભા માતાઓ પૈકી પ્રતિકરૂપ 3 માતાઓને પુરક પોષણ આહારની
કીટ પીડીલાઇટના સહયોગથી આપવામાં આવી હતી. જે દરેક માતાઓને આપવામાં આવશે. વધુમાં મહુવાની બહેનો
દ્વારા કોલ્ડપ્રેસ સીંગતેલ પ્રોડક્ટનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. તેમજ હનુમંત હોસ્પિટલ – મહુવા અને કળસાર
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મહિલાઓના ફ્રી હેલ્થ ચેક અપ માટે હેલ્થ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમા મહેમાન તરીકે શ્રી બ્રિજેશ્વરી કુમારી-નીલમબાગ પેલેસ, શ્રી રુચિબેન પારેખ-પારેખ પરિવાર-
મુંબઈ, શ્રી હનુલ ચૌધરી- જિલ્લા વિકાસ અધિકારી, ડો.ચંદ્રમણી-જિલ્લા આરોગ્ય વિભાગ, ડો. પી.કે. શુક્લા- પ્રેસિડન્ટ,
CSR-પીડીલાઇટ, શ્રી ધવલ રવિયા- પ્રાંત અધિકારીશ્રી મહુવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ટીમ, શ્રી કોકિલાબેન
–આર.સી.એચ.ઓ., ડો. કનુભાઈ કળસરિયા, ડો. પ્રવિભાઈ બલદાણિયા-સદભાવના હોસ્પિટલ, શ્રી હસમુખભાઇ મહેતા,
શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ, શ્રી પંકજભાઈ રૂપારેલ, ડો. કે.ડી.પારેખ, શ્રી ચાંદનીબેન મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત મહુવા, તળાજા, જેસર અને સાવરકુંડલા તાલુકાની ૩૦૦૦ થી વધુ બહેનોની ઉપસ્થિતિમાં આ
કાર્યક્રમ ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન, કળસાર, મહુવા ખાતે યોજાયો હતો.

Related Posts