અમરેલી

શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને શ્રી એ.કે.ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ સાવરકુંડલાની વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાએ પસંદગી “કિકેટમાં” ઐતિહાસિક જવલંત સિદ્ધિ

તારીખ 08/08/2026ના રોજ શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ, સાવરકુંડલાની વિદ્યાર્થીનીઓએ રાજયકક્ષાએ ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલ વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવવાનો કાર્યક્રમ યોજાયેલ.

શાળાની વિદ્યાર્થીનીઓ સુસરા ઉર્વશી, નાગપરા પાયલ, સિદ્ધપુરા વિધિ, સાગઠીયા શ્રેયા તથા બારૈયા ધ્રુવીશાએ જિલ્લાકક્ષાએ  ક્રિકેટ ટીમમાં પોતાની રમત પ્રતિભા, શિસ્ત અને ટીમ ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કરીને હવે રાજ્યકક્ષાએ રમવા જશે. આ સિદ્ધિથી સમગ્ર શાળા પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે.

વિદ્યાર્થીનીઓની આ સફળતા પાછળ પી.ટી. શિક્ષિકા શ્રીમતી દેવીબેન રાઠોડનું સતત માર્ગદર્શન, પ્રશિક્ષણ અને પ્રોત્સાહન મહત્વપૂર્ણ રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ ખેલાડી બહેનોએ નિયમિત મહેનત કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ઉષાબેન તેરૈયાએ તમામ ખેલાડી બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે રમતગમત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. તેમણે જિલ્લા કક્ષાની ટીમમાં પસંદગી મેળવી શ્રેષ્ઠ દેખાવ કરીને શાળા, તાલુકા અને જિલ્લાનું નામ ઉજ્જવળ બનાવવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન શિક્ષકગણ અને વિદ્યાર્થીનીઓએ ખેલાડી બહેનોનું અભિવાદન કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સમગ્ર શાળા પરિવારને આશા છે કે આ ખેલાડી બહેનો રાજ્ય કક્ષાએ પણ સફળતા હાંસલ કરીને શાળાનું ગૌરવ વધારશે.

અંતમાં તમામ પસંદગી પામેલ વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવેલ.

Related Posts