ગુજરાત

દ્વારકા શ્રી સ્વામી નારાયણ આશ્રમ ના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે નેત્ર નિદાન, ચશ્મા વિતરણ, ડેન્ટલ કેમ્પ, ફિઝિયોથેરાપી  નું સફળ આયોજન

દ્વારકા શ્રી સ્વામી નારાયણ આશ્રમ  વાર્ષિક પાટોત્સવ પ્રસંગે નેત્ર નિદાન, ચશ્મા વિતરણ, ડેન્ટલ કેમ્પ, ફિઝિયોથેરાપી  નું સફળ આયોજન શ્રી સ્વામિનારાયણ આશ્રમ દ્વારકા દેવભૂમિ દ્વારકામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના આદિ દેવોના તૃતીય વાર્ષિક પાટોત્સવ ની ઉજવણી કોઠારી ગોવિંદ સ્વામી, ની પ્રેરણા થી પૂજ્ય કે.પી. સ્વામી, પૂજ્ય જે.પી. સ્વામી, શ્રી પાર્થ ભગત ના  માર્ગદર્શન થી મહોત્સવ સાથે  વિનામૂલ્યે મેડિકલ કેમ્પ  ,નેત્ર નિદાન, ડેન્ટલ કેમ ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન તારીખ 8 અને 9 દરમ્યાન થયું હતુ. સંપૂર્ણ મેડિકલ કેમ્પ ના દાતાશ્રી ચિંતનકુમાર વિનોદભાઈ ઠક્કર તથા અખંડ સૌભાગ્ય શ્રીમતી હંસાબેન વિનોદભાઈ ઠક્કર શિકાગો યુએસએ ના સૌજન્યથી થયો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે ઇન્ડિયન રેડક્રોસ દ્વારકા શાખા ના ચેરમેન શ્રી ડોક્ટર નીતિનભાઈ બારાઇ, સેક્રેટરી અશ્વિનભાઈ ગોકાણી તથા સુરેશભાઈ દંતાણી પ્રતાપભાઈ દામાણી ભદ્રેશભાઈ જોશી કીડી મકવાણા, કિરણ વાયડા, રાજેન્દ્રભાઈ નીલા પ્રવીણભાઈ ચૌહાણ, મનિષાબેન ફલડીયા, ઇશ્વરભાઇ ઝાખરીયા, કનુભાઈ હિંડોચા એ યથાર્થ મહેનત કરીને નેત્ર નિદાન વિનામૂલ્ય ચશ્મા વિતરણ શિબિરને સફળ બનાવ્યો હતો નેત્ર યજ્ઞમાં 325 લોકોએ લાભ લીધો ને ૨૭૫ લોકો ને વિના મૂલ્ય ચશ્મા વિતરણ કરાયું 15 લોકોએ મોતિયાના ઓપરેશન માટે રાજકોટ સંતશ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ માં મોકલી અપાયા તેમજ અન્ય 25 મોતિયાના દર્દીને આગામી મહિનામાં ફરી તપાસ માટે માર્ગદર્શન અપાયું. આ નેત્ર યજ્ઞ નેત્ર નિદાન માટે ઇન્ડિયા રેડ કોર્સ સોસાયટી ચોર્યાસી તાલુકા શાખા ના ચેરમેન ડૉ પ્રફુલ્લભાઇ શિરોયા ના માધ્યમથી થી લોકદ્રષ્ટિ ચક્ષુબેક ના ઉપ પ્રમુખ દિનેશભાઈ જોગાણી ની સેવા થી ડેન્ટલ કેમ્પમાં ડોક્ટર યોગેશ પાનસુરીયા એમડીએસ ગોલ્ડ મેડાલિસ્ટ સુરત, રાજુભાઈ માંગરોળીયા, ગૌરાંગભાઈ સોજીત્રા,  અમિતભાઈ ગજેરા ની ટીમ દ્વારા ૧૫૦ જેટલા દર્દી ઓ એ લાભ આપ્યો. નેત્ર નિદાન ચશ્મા વિતરણ, ડેન્ટલ કેમ્પ ના પ્રેરક ધનજીભાઈ જસમતભાઈ રાખોલિયા અકાળા હાલ સુરત દ્વારા થયેલ.પૂજ્ય કોઠારી ગોવિંદ સ્વામી ના આવા આધ્યાત્મિક, ધાર્મિક તહેવારો, ઉજવણી ની સાથે આરોગ્ય વિષયક સેવા કરી ને  ખરા અર્થમાં દર્દી નારાયણ ની સેવા થાય છે 

Related Posts