ગુજરાત

હાઇકોર્ટના હુકમ સામે સુપ્રીમ કોર્ટ ગયેલ હરેશ નાનાલલ કક્કડ ની અરજીને સુપ્રીમ કોર્ટે ફૉગોળી

ગીર સોમનાથના વેરાવળમાં 2016ના અરસામા બહુચર્ચિત “રઘુનાથ માર્કેટ” ની માલિકીની જગ્યામાં બનાવેલ દિવાલ સંદર્ભે ની સિવિલ નેચરની મેટરને ક્રિમિનલ કરી 2019 માં ગીર સોમનાથના પોલીસ તંત્ર તત્કલીન એસ પી હિતેશ જોઈસર, ડિ વાઈ એસ પી ડો.જગદીશ ચાવડા, સીટી પી.આઈ બી.બી કોલી સામે ખોટા આક્ષેપો કરી વેપારી અનિષ, મિતેષ ભાવેશ રાચ્છ બ્રધર્સ સાથેની ક્રિમિનલ ઇન્કવાયરી નં 27/2019 થી વેરાવળના નામદાર સંચાણિયા સાહેબની કોર્ટે ફરિયાદ દાખલ કરવા 1/10/2019 ના હુકમ કરેલ જે હુકમને રદ કરાવવા રાચ્છ બ્રધર્સ ગુજરાત હાઇકોર્ટમાં 9238/2019 થી દાખલ કરી 14/10/2019 ના રોજ સ્ટે મેળવેલ અને તે મેટર ગુજરાત હાઇકોર્ટ માં તારીખ 13/03/2024 ના રોજ ચાલી જતા હાઇકોટે હુકમ કરેલ કે ગીર સોમનાથ કોર્ટમાં થયેલ ફરીયાદ કરવાના હુકમને રદ કરવો તેમજ આવી કોઈજ ફરિયાદ દાખલ થઈ શકે નહીં. ..*

  *નામદાર ગુજરાત હાઇકોર્ટના તારીખ 13/03/2024 ના હુકમ સામે હરેશ નાનાલાલ કક્કડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં 10675/2024 થી સ્પે, ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરેલ જે અરજી હાલ ચાલી જતાં ગુજરાત હાઇકોર્ટના હુકમને યોગ્ય ગણી માન્ય રાખેલ અને હુકમને પડકારતી અરજીને મૂળથી જ ખારીજ કરાવામાં એડવોકેટ ઝલક બી પીપલીયા સહિતના એડવોકેટ સફળ રહેલ..*

*સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં ખાસ ટાંક્યું છે કે સિવિલ નેચરની મેટરને સિવિલ કોર્ટ માં કરી સકે છે..*

 *આ તકે ગીર સોમનાથ જિલ્લામાં 2016 ની રઘુનાથ માર્કેટ ના અંતે માલિકીની જગ્યામાં ચણેલ દિવાલનો મામલો છેટ દિલ્હી સુધી પહોંચ્યો અંતે હરેશ નાનાલાલ કક્કડને સુપ્રીમ કોર્ટની પછળાટ મળી હોવથી લીગલ મશીનરીનો ખોટો દુરુપયોગ કરનારાઓ માટે આ ચુકાદો લાલબત્તી સમાન કહી શકાય..*

 *અત્રે ઉલખનીય છે કે 2016ના અરસામા રઘુનાથ માર્કેટના માલિકો દ્વારા પોતાની માલિકીની જગ્યામાં બનાવેલ દીવાલ તોડવા ગેરકાયદેસર પ્રવેશ કરી દિવાલ તોડી મિલકતને નુકસાન પહોંચાડેલ અને પોતાના ગેરકાયદેસર બાંધકામવાળા બિલ્ડીંગ માંથી ગેરકાયદેસર રસ્તો લેવા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાથી આ સમગ્ર મામલો બિચક્યો હતો અને તે સમયે 1 હરેશ નાનાલાલ કક્કડ, 2 ચિરાગ નાનાલાલ કક્કડ, 3 લલિત નરોત્તમદાસ કક્કડનાઓ સામે પોલીસ વિભાગે 2017 થી એફ આઈ આર દાખલ કરેલ હોય જે કેસ હાલ વેરાવળ તેમજ ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ હોય તેમ છતાં લીગલ મશીનરીનો ખોટો દુરુપયોગ કરી પોલીસ તંત્ર સામે ખોટા આક્ષેપો કરી પોતાનો મનસુખબો પાર પાડવા ક્રિમિનલ મેટર કરેલ હોય જે પ્રથમ ગુજરાત હાઇકોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે પણ રદ કરતા રાચ્છ બ્રધર્સ ની સત્યતાનો વિજય થયો હોવાનું ગીર સોમનાથના બૌદ્ધિક વર્ગમાં ચર્ચાય રહ્યું  છે..*

 *આ અગાઉ રાચ્છ બ્રધર્સ સામે તે સમયે પ્રથમ સિવિલ મેટર કરેલ અને ત્યાર બાદ ક્રિમિનલ કમ્પલાંઈંન અને ગુજરાત હાઇકોર્ટમાં પણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી જે તમામ  કેશો તેજ સમયે નામદાર કોર્ટ રદ કરેલ અને સફળતા નહીં મળતાં 2019 માં પોલીસ ઓફિસરો સામે ખોટા આક્ષેપો વાળી ફરિયાદ દાખલ કરાવવા હરેશ નાનાલાલ કક્કડે  પ્રયાસો કરેલા જે માટે પોલીસ ઓફિસરોએ અલગથી હાઇકોર્ટમાં અરજી કરી જણાવેલ કે આ સમગ્ર મામલો સિવિલ નેચરનો હોઈ હાલના ફરિયાદી સામે 2017 થી એફ આઇ આર દાખલ હોય જેથી અમોએ સુલેભંગ ના થાય તે હેતુથી કાયદાના નિયમ અનુસાર પોલીસ પ્રોડક્શન આપેલ હોય પરંતુ આ મેટર સિવિલ નેચરની હોવા છતાં ક્રિમિનલમાં રૂપાંતર કરી પોલીસ તંત્ર સામે આક્ષેપો વળી ફરિયાદ કરી સફળ થવા માંગે છે જે હકીકત ગુજરાત નામદાર હાઇકોર્ટ સારી રીતે સમજી જતા 9238/2019 માં રાચ્છ બ્રધર્સ ની ફેવર નો દાખલ રૂપ ચુકાદો આપેલ હોવાનું લીગલ જજ્યુડીસ્યરી ના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે*  

 *રાચ્છ બ્રધર્સ તરફથી આ કેશ માં વેરાવળ કે આઈ ચંદનાણી, આઈ કે ચંદાનાણી તેમજ ગુજરાત હાઇકોર્ટ ખાતે ઝલક બી પીપલીયા, તેમજ દિલ્હી સુપ્રીમ કોર્ટમાં ઝલક બી પીપલીયા, કપિલ ચંદા, કરણ રણપુરીયા સહિતના એડવોકેટ રોકાયા હતા ..*

*આ કેસ માં ફરિયાદી હરેશ નાનાલાલ કક્કડ તરફથી ચિરાગ એન કક્કડ, તેમજ સુપ્રીમ કોર્ટમાં પ્રજ્ઞા પારિજાત સિંધ, ચિરાગ એન કક્કડ સહિતના એડવોકેટ રોકાયા હતા તેવું અનિષ રાચ્છ ની લિગલ યાદીમાં જણાવેલ છે

Related Posts