અમરેલી

શેત્રુંજી નદીમાં ધુળેટી નો તહેવાર રમીને નાહવા પડેલ મૃતક યુવાન નું બોડી ત્રીસ મિનિટ માં શોધી કાઢતી ૧૧૨ ની ટિમ

અમરેલી ગુજરાત રાજ્ય સરકારના 112 કંટ્રોલરૂમ ખાતેથી અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લાના ખંભાળિયા થી વિઠ્ઠલપુર જતા વચ્ચે આવેલ શેત્રુંજી નદીમાં ધુળેટી નો તહેવાર રમીને નાહવા પડેલ  કોઈ અજાણી વ્યક્તિ ડૂબી જવાની ઘટના બનેલ છે તેની જાણ થતા  ફાયર ઓફિસર   એચ. સી ગઢવી ની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ ની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી પોતાની  સૂઝબુજ તથા અનુભવ ના કારણે ફકત 30 મિનિટમાં જ ડૂબી ગયેલ વ્યક્તિના બોડીનું રેસ્ક્યુ કરી બહાર કાઢેલ અને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક પોલીસને સોંપેલ. આ કામગીરી કરનાર ફાયર  સ્ટાફ ભગવતસિંહ ગોહિલ કૃષ્ણભાઈ ઓળકિયા મિલનભાઈ ગાંભવા જગદીશભાઈ ભુરીયા ધર્મેશભાઈ જુવાદરીયા સહિત ની ૧૧૨ ની ટીમે મૃતક નું નામ સમીરભાઈ મહેશભાઈ સોલંકી ઉંમર 20 રહેવાસી બહારપરા અમરેલી હોવા નું જણાવ્યું હતું 

Related Posts