ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા તથા ચેક મુજબ ની રકમ ચૂકવવા નામદાર કોર્ટનો હુકમ
અમરેલીના વેપારી ફરિયાદી આશિષભાઈ રમેશભાઈ તલસાણીયા પાસેથી હાલના આરોપી લુણા દેવાનંદભાઈ જેઠાભાઈ જેવો રહે જામ ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા એ હાલના ફરિયાદી પાસેથી મારૂતિ સુઝુકી બલેનો જેટા ગાડી ખરીદ કરેલ હોય જે ગાડીનું 6.45.000 હજાર રૂપિયા પુરામાં વેચાણ નક્કી થયેલું. જેમાં પાંચ લાખ પાંચ હજાર રૂપિયા આ કામના આરોપી લુણા દેવાનંદભાઈ જેઠાભાઈ એ આ કામના ફરિયાદી આશિષભાઈ રમેશભાઈ તલસાણીયા ને તે જ દિવસે રોકડા ચૂકવી આપેલા હતા તે બાબતનું સાદા 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાણ પણ કરી આપેલ ત્યારબાદ જે તે સમયે ફરિયાદીએ આરોપીને ₹300 ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપવા જણાવેલ જેથી ફરિયાદીએ આરોપીએ આપેલ લખાણમાં સદર બાકી નીકળતી રકમ રૂપિયા એક લાખ ચાલીસ હજારનું અલગથી ટાઈપ કરાવી ઉમેરો કરી આપેલ હોય તે લખાણમાં આરોપીએ ફરિયાદીને બાકી નીકળતી રકમ ₹1,40,000 નો ચેક લખી આપવા બાબતે ઉમેરી હોય પરંતુ તારીખ વગરનો ચેક આપેલ હોવાથી આરોપીને તારીખ નાખવાનું નહીં જણાવવા છતાં તેમણે તારીખમાં ચેક ચાક કરી અને ખોટી તારીખ લખાવી હોય ત્યારે પણ ફરિયાદીએ આરોપીને આ બાબતે ત્યાં ટૂંકી સહી કરી આપવાનું જણાવેલ પરંતુ આરોપીએ જે તે સમયે સદર ચેક આપતી વખતે ફરિયાદીને જણાવેલ હોય કે તમોએ લખાણ ઉપર ધ્યાન આપવાનું નથી હું તમને હાલ તારીખ 12-12/2022 ના રોજનો ચેક આપું છું એ પહેલા હું તમને જેટલા થશે તેટલા Google pay પરથી અથવા ઓનલાઇન ટ્રાન્જેક્શનથી ટ્રાન્સફર કરી આપીશ તમોએ ફક્ત બાકી રહેતી રકમ ચેકમાં લખી સદર ચેક મુદત સમયમાં રજૂ કરી આપવાનો તમને તમારી રકમ મળી જશે જેથી ફરિયાદી આરોપીની વાત અને વિશ્વાસમાં આવી ગયેલ અને આ બાબતે આરોપીનો વિશ્વાસ કરી આરોપીને ફરિયાદીએ તેમની મારુતિ સુઝુકી baleno jeta ગાડી સોપી આપેલ હોય ત્યારબાદ આરોપીએ આપેલ સમય પૂરો થવા પર હોય અને આરોપીએ ફરિયાદીને જણાવેલ હોય કે મારી પાસે ₹40,000 ની વ્યવસ્થા થયેલ છે તો હું તમને google pay મારફત ₹40,000 ટ્રાન્સફર કરું છું બાકી નીકળતી રકમ ₹1,00,000 તમોએ આપેલ ચેક માં લખી રજૂ કરવાનું જણાવેલ જેથી ફરિયાદીએ આરોપીની સુચના નું પાલન કરી સદર ચેક ₹1,00,000 ભરી આરોપીએ લખી આપેલ
તારીખ 12/ 12/ 2022 ની તારીખ વાળો axis bank ખંભાળિયા શાખાનો તેમની સહીવાળો ચેક બેંકમાં રજૂ કરેલ અને સદર ચેક રજૂ કરતા પહેલા ફરિયાદીએ આરોપીને ટેલીફોન થી આ બાબતની જાણ પણ કરેલ તારીખ 13 /12 /2022 ના રોજ અપૂરતા ફંડના સેરા સાથે ચેક બેંકમાંથી રિટર્ન થયેલ અને તે પેટેની રકમ રૂ.1,00,000/- પુરા ફરિયાદીને ચૂકવવાના હોય પરંતુ હાલના આરોપી પાસે રોકડ રકમ ન હોય જેથી હાલના આરોપીએ આ કામના ફરિયાદીને રૂપિયા એક લાખ પુરા નો ચેક આપેલ હોય અને તે ચેક રિટર્ન થતા ફરિયાદીએ આ કામના આરોપી ઉપર નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ -138 અન્વયે ની ફરિયાદ દાખલ કરેલ હોય જે કેસ અમરેલીના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલેલો જેમાં ફરિયાદી તરફે એડવોકેટ સંદીપ પંડ્યા રોકાયેલા હતા અને કેસને લગત જરૂરી આધાર પુરાવા રજૂ કરી અને ધારદાર દલીલો કરી હતી ઝીણવટ ભરી કાયદાકીય રજૂઆતો ના અંતે આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા અમરેલીના જજ સાહેબે આરોપીને એક વર્ષની સજાનો હુકમ કરેલ હોય અને ફરિયાદીને ચેક મુજબની રકમ રૂપિયા એક લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલો હોય ફરિયાદી તરફે સંદીપભાઈ પંડ્યાની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખતી નામદાર અમરેલી કોર્ટ
Recent Comments