અમરેલી

દામનગર ની પોલીસ ના નાક નીચે કાયદો વ્યવસ્થા નો લિરા ઉડાડતા આરોપી ઓ એકજ દિવસ માં અગલ અલગ જગ્યા એ જાહેર રોડ ઉપર મરણતોલ ઇજા

દામનગર શહેર માં સ્થાનિક પોલીસ ની નાક નીચે એકજ દિવસ માં અલગ અલગ સ્થળો એ જાહેર રોડ ઉપર રાહદારી ઓને જતા રહેવા ચેતવણી આપી ઢોર માર મારી ગંભીર ઇજા કરતા આરોપી ઓને કાયદા વ્યવસ્થા નો કોઈ ભય નથી રાજકીય વગ ધરાવતા ઈસમો દ્વારા ખાનગી ફેકટરી માં જઈ ને શ્રમિક ને મર મારી ગંભીર ઇજા ગ્રસ્ત હાલત માં શ્રમિક ના પિતા વિનુભાઈ ભીખાભાઈ કુકવાયા ને જાહેર રોડ ઉપર મરણ ગયેલ સમજી માર માર્યો છેલ્લા ૧૦ દિવસ થી અમરેલી સિવિલ માં સારવાર હેઠળ બંને ઇજા ગ્રસ્તો ની ફરિયાદ લેવા માં સ્થાનિક પોલીસ નું ફરિયાદી સાથે આરોપી જેવું વર્તન સમગ્ર શહેર માં ભારે નારાજગી ફેલાવતી આ ઘટના માં બેશરમ નેતા ઓની પીલીસ માં ભલામણ કરતા નેતા ઓ પોતા ના

અંતરઆત્મા ઉપર હાથ મૂકી તમારી જાત ને  પૂછો

શરમ કરો શરમ બેશરમી ની હદ વટાવતાં નેતા ઓ હવે તો જગો 

દામનગર શહેર નાં ભાજપ નેતા ઓને પ્રજા નાં જીવ કરતા પાર્ટી ની શાખ બચાવવા માં રસ દામનગર શહેર નાં સામાન્ય હીરાધસુ ને વિનુ કુકવાયા ને આંખે દેખાવા નું ઓછું થતા છૂટક મજૂરી કરતા આધેડ ને મરણ તોલ માર મારી આજીવન કામ ન કરી શકે તેવી હાલત કરનાર વર્તમાન ભાજપ નાં નેતા ને બચાવવા સમગ્ર શહેર નાં નેતા ઓ નેતી ઓ મોની બાબા કેમ બની ગયા ? પ્રજા કરતા પાર્ટી ને મહત્વ આપતા નેતા ઓ પ્રજા છે તો પાર્ટી હશે દામનગર માં કોણ દેશી દારૂ કોણ અંગ્રેજી દારૂ વેચે છે તે નથી જાણતા ? પાર્ટી નાં કાર્યકરો નેતા  નાં વેપાર સામે મોની બાબા બની જતા નેતા ઓ પાર્ટી માટે જે મહેનત કરે છે એ પ્રજા માટે કેમ મોન બની જાય છે ? આ ઇજા ગ્રસ્ત વ્યક્તિ અમરેલી સિવિલ નાં બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે કદાચ બચી જશે તો પણ આજીવન કોઈ કામ નહિ કરી શકે પાર્ટી ની શાખા બચાવનાર નેતા ઓની સ્વેદનાં ક્યાં મરી ગઇ ? ગરીબ મજૂર નાં જીવન ની કોઈ કીમત નથી આરોપી ને બચાવવા ધમપચડા કરતા નેતા ઓ જાણી લે તમારો પાળેલ સાપ તમને જ ડંખી જશે 

ભયંકર ઇજા ગ્રસ્ત પીડિત ગરીબ છે ઓળખાણ  રાજકીય પીઠબળ નથી એટલે એમ નહિ સમજતા કુદરત ની લાઠી માં અવાજ નથી આખી સરકારી જમીન ઉપર સોસાયટી ખડકી દારૂ નો વેપાર કરતાં આરોપી ની ઓળખાણ કદાચ પોલીસ સુધી સીમિત હશે પરમેશ્વર સુધી નહિ પાલિકા કચેરી માં સતત પડ્યા રહેતા આ આરોપી ને બચાવવા ક્યાં ક્યાં નેતા ઓએ ભલામણ કરી ? અસ્થિ ભંગ ગભીર ઇજા કાયમી વિકલાંગતા સાથે લાચાર બનેલ વ્યક્તિ ની કે તેમના સમગ્ર કુટુંબ ની દામનગર માં ક્યારેય કોઈ ફરિયાદ કે રંજાડ ખરી ? માત્ર સતા ના મદ માં બેફામ બનેલ આ ઇસમ ની કરતૂતો થી દામનગર ભાજપ નાં અજાણ છે તમારા અંતર આત્મા ઉપર હાથ મૂકી ને ખુદ ને પૂછો સવાલ

૧ પોલીસ સ્ટેશન નાં બે ગ્રાઉન્ડ માં વિડિયો બનાવી ભય ફેલાવતો વિડીયો બનાવવો ગુનો નથી ?

૨ સરકારી જમીન ઉપર  ગેરકાયદેસર વસાહત ઊભી કરવી લેન્ડ ગ્રેબિગ નથી ?

૩ ભગિની સંસ્થા નાં હોદેદારો અગ્રેજી દારૂ પીતો વિડિયો એ ઔચિત્ય વિરૂદ્ધ નથી ?

૪.પાલિકા કચેરી માં પ્રમુખ ની ચેમ્બર માં એસી ચાલુ કરી આરામ કરવાનો પરવાનો કોણે આપ્યો ?

૫.દારૂ ની ડિલિવરી કરવી એ શિષ્ટાચાર વાળો વેપાર છે ? ૬ ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ ઇજા જાહેર રસ્તા ઉપર એક મજુર ને કરવી એ ગુનો નથી ?

૭.આ અનિષ્ટ પ્રવૃત્તિ થી દામનગર ભાજપ નાં નેતા ઓ નેતિ ઓ અજાણ છે ? શરમ કરો શરમ બેશરમી ની હદ વટાવી રહ્યા છો અનેક પ્રકાર ની અનિષ્ટ પ્રવૃત્તિ કરતા અતુલ દલોલિયા નામક વ્યક્તિ દેશી દારૂ ના વેપાર ની શરૂઆત કરી પછી અંગ્રેજી દારૂ સુધી ધંધો વિસ્તારી દામનગર ના ત્રણ વિસ્તારો માં મકાન ધરાવતા આ વ્યક્તિ ના પત્ની પાલિકા માં ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલ છે એટલે રાજકીય પીઠબળ ધરાવતા અતુલ દલોલિયા સારી મોકા ની સરકારી જમીન ઉપર બાંધકામ માટે ખૂબ જાણીતા છે પીડિત વિનુભાઈ ભીખાભાઈ કુકવાયા કદાચ બચી જશે તો પણ આજીવન કોઈ કામ કરી શકશે નહીં તાજેતર માં સુરત ખાતે કાપોદ્રા માં બનેલ બનાવ જેવી જ ઘટના ને જાહેર રોડ ઉપર અંજામ આપતા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવા પહેલા પોલીસે પણ ફરિયાદી ને બેફામ ગાળાગાળી કરી ફરિયાદી ના કહ્યા મુજબ ફરિયાદ નહિ લખી સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધી અતુલ ને સહિત અન્ય બે આરોપી ઓને બચાવવા પોલીસે ખુલ્લી મદદ કરી છે આ બનાવ માં ત્રણ થી વધુ આરોપી હોવા છતાં માત્ર બે નામો થી જ ફરિયાદ નોંધી રસ્તે નીકળતા રાહદારી ઓને જતા રહેવા ખુલ્લી ધમકી આપી બનાવ વાળા સ્થળે સી સી ટીવી કેમેરા નું ખાનગી મકાન માં રાખેલ ડીવી આર આ ઈસમો લઈ જતા રહ્યા છેલ્લા ઘણા સમય થી દામનગર માં ભય નો માહોલ ઉભો કરનાર અતુલ દલોલિયા દારૂ નો વેપારી હોવા થી સ્થાનિક પોલીસ માં દબદબો જગ જાહેર છે ઉપર થી નગરપાલિકા ના ઉપ પ્રમુખ તેમના પત્ની હોવા થી રાજકીય ભલામણ હેઠળ પોલીસ કામ કરી રહી છે મરણતોલ ઇજા છતાં સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે સબ સલામત હોવા નું રેકર્ડ તો ઉભું કર્યું પણ સમગ્ર શહેર માં દરેક સમાજ માં આ બનાવ ને ભારે નારાજગી છે રાજ્ય ના ગૃહ મંત્રી હાકલા પડકારા કરે છે કોઈ સમર બંધી ને છોડવા માં નહિ પણ પહેલા પકડો તો ખરા આ બનાવ ને ૧૦ દિવસ થવા છતાં પોલીસ એક પણ આરોપી ને પકડી શકી નથી

આ વ્યક્તિ ના ત્રણ જગ્યા એ પોતા ના મકાનો બનાવી અસંખ્ય ગેરકાયદેસર મકાનો ઉભા કરાવ્યા આવા મકાનો આકારણી રજી એ રેકર્ડ માં કેવી રીતે ચડ્યા ? અંગ્રેજી દારૂ નો વેપાર છડેચોક સગીરો મારફતે કરાવાય છે અનેક સવાલ ઉભા કરતા આ બનાવ માં કાયદો કાયદા નું કામ કેમ નથી કરતો ? ગંભીર  જીવલેણ ઇજા ઓ પામેલ  જીવન મરણ વચ્ચે જોલા ખાતા વિનુ કુકવાયા અને અન્ય ઇજા ગ્રસ્તો અમરેલી સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે ત્યારે સ્વેદન શીલ સરકાર ની સંવેદના ક્યાં ગઈ ? સ્થાનિક ભાજપ નેતા ઓ આરોપી ને ખુલ્લી મદદ કરી પ્રજા ના જીવ કરતા પાર્ટી ની શાખ બચાવવા પ્રત્યનશીલ છે ત્યારે આ ગરીબ પીડિત પરિવાર ને ન્યાય મળશે ખરો ? નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખે આ ગરીબ પરિવાર ની વ્હારે આવવું જોઈ એ માથા ભારે અનિષ્ઠ પ્રવૃત્તિ કરતા ઓના વરઘોડા કાઢતી પોલીસ આનો વરઘોડો કઢાશે ? આ ઈસમો ના ગેરકાયદેસર મકાનો નું ડીમોલેશન થશે ? કાયદો કાયદા નું કામ ક્યારે કરશે સમગ્ર શહેર માં ભારે નારાજગી ઉભી કરતા આ બનાવ માં પોલીસ તટસ્થ કાર્યવાહી કરશે ? નાના લારી ગલ્લા પથણા વાળા  પેટિયું રળી ખાતા ગરીબ ગુરબા પરિવારો ને ડીમોલેશન કરી હાંકી કાઢતી પાલિકા આ ઇસમ ના મકાનો આકારણી આકારણી ચડાવી દીધા પાલિકા ના સત્તાધીશો માં હિંમત હોય તો દારૂ જુગાર ગેરકાયદેસર બાંધકામો બંધ કરાવે અને આવા ગરીબો ને ન્યાય અપાવે 

Related Posts