ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન થતું રહ્યું છે. તાજેતરમાં જરૂરિયાતમંદ અને આર્થિક નબળા વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા ગુજરાત શૈક્ષણિક મંચ દ્વારા શિક્ષણ સંવેદના યાત્રાનુ આયોજન તારીખ 8 જૂનથી 20 જુલાઈ સુધી કરવામાં આવ્યું. તેનું સમાપન તારીખ 19 જુલાઈના રોજ આણંદ ખાતે કરવામાં આવ્યું.
આ બેઠકને સંબોધિત કરતા મંચના સંયોજક અને શિક્ષણવિદ્ શ્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું હતું કે આપણે જે વિદ્યાર્થીઓને સમર્પિત છીએ તેની ચિંતા સતત કરતા રહેવું જોઈએ. જ્યાં હજુ પણ પ્રકાશ નથી પહોંચ્યો ત્યાં આ યાત્રાના માધ્યમથી આપણે નાની સરખી મીણબત્તી પ્રજવલિત કરવાનો પ્રયત્ન કર્યો છે. સમગ્ર ગુજરાતના 17 જિલ્લાઓમાં વિવિધ સાથી પથિકોએ લગભગ એક કરોડ જેટલી રાશિ દાતાઓ અને પોતાના દ્વારા ભેગી કરીને જે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તેને શિક્ષણ જગત ભૂલી શકશે નહીં.
આણંદ જિલ્લાના સંયોજક શ્રી ડો. પ્રદીપસિંહ સિંધાએ સ્વાગત સાથે સમગ્ર જિલ્લામાં વિવિધ સાથીઓના માધ્યમથી જે રીતે દાન ભેગું કરવામાં આવ્યું અને તે વિદ્યાર્થીઓના હાથમાં સીધું પહોંચાડવામાં આવ્યું તેનો સમગ્ર અહેવાલ રજૂ કર્યો હતો. એ જ રીતે શ્રી મુકેશસિંહ મહિડાએ આણંદમાં આ કાર્યક્રમ યોજીને જિલ્લાને એક નવું ગૌરવ મળ્યું છે તેમ જણાવ્યું હતું.
મંચ સાથે જોડાયેલા ડો. કિરીટ ચૌહાણ, શ્રી કુણાલભાઈ ચૌહાણ,તેજલબેન સુથાર,કામિનીબેન રાઠોડ, શૈલેષભાઈ સોલંકી જયેશભાઈ સોલંકી અને નિલેશભાઈ વાઘેલા વગેરે સાથીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
















Recent Comments