અમરેલી

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬માં પ્રવેશ પરીક્ષા આગામી તા. ૧૩ ડિસેમ્બરે યોજાશે

અમરેલીના મોટા ભંડારીયા ખાતે જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે. આ વિદ્યાલયમાં ધોરણ ૬માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા તા.૧૩.૧૨.૨૦૨૫ને શનિવારના રોજ યોજાશે. કુલ ૨૬ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કુલ ૬,૨૮૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે.

તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી પોલીસ જવાનો પણ ફરજરત રહેશે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા માટે પ્રવેશપત્ર જવાહર નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya,gov.in  તથા http://cbseitms.in/nvsregn/index.aspx  પરથી ડાઉનલોડ કરી શકે છે તેમ જવાહર નવોદય વિદ્યાલય આચાર્ય શ્રી મનોજકુમાર જોશીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts