fbpx
રાષ્ટ્રીય

સરકારે એક ર્નિણય કરતા સ્કૂલી શિક્ષણમાંથી હવે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી

સરકારે એક મોટો ર્નિણય કરતા સ્કૂલી શિક્ષણમાંથી હવે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી છે. નો ડિટેન્શન પોલિસી શું છે?.. જે વિષે જણાવીએ, “નો ડિટેન્શન પોલિસી” મુજબ, ૬ થી ૧૪ વર્ષ સુધી ફરજિયાત શિક્ષણ હેઠળ કોઈપણ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકને ૮મા ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ વર્ગમાં ફરીથી ભણાવવામાં આવશે નહીં. (ટૂંકમાં વાર્ષિક પરીક્ષામાં નાપાસ કરવામાં નહીં આવે) હવે આ પોલિસી દૂર કરીને, નાપાસ થયેલા બાળકોને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપીને તેમનું પ્રદર્શન સુધારવાની વધુ એક તક મળશે.

ધોરણ ૫ અને ૮માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરીથી કસોટી આપવાની તક મળશે પરંતુ જાે તેઓ ફરીથી નિષ્ફળ જશે, તો તેમને પ્રમોશન આપવામાં આવશે નહીં. આ નીતિ વર્ષ ૨૦૧૦માં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ હેઠળ લાગુ કરવામાં આવી હતી. આ પોલિસી લાગુ કરાયા બાદ માત્ર તેની પ્રશંસા જ નહીં પરંતુ આકરી ટીકાનો પણ સામનો કરવો પડ્યો હતો. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જાે ધોરણ ૮ સુધીના બાળકોને બિનશરતી રીતે પ્રમોટ કરવામાં આવશે

તો ઉચ્ચ શિક્ષણનું ધોરણ સ્તર ઘણુ નીચુ આવશે. હાલ કેન્દ્ર સરકારે કે આ નીતિમાં મૂલ્યાંકનની પરંપરાગત પદ્ધતિને બદલે ર્ઝ્રહંૈર્હેેજ ટ્ઠહઙ્ઘ ર્ઝ્રદ્બॅિીરીહજૈદૃી ઈદૃટ્ઠઙ્મેટ્ઠંર્ૈહ (ઝ્રઝ્રઈ) (સતત અને વ્યાપક મૂલ્યાંકન)ની વાત કરવામાં આવી હતી. પરંતુ આ પોલિસી કદાચ બહુ સફળ ન રહી હોય તેવુ લાગી રહ્યુ હતુ. ઉદાહરણ તરીકે, ગયા વર્ષે, દિલ્હીની સરકારી શાળાઓમાં ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે નો ડિટેન્શન પોલિસીને હટાવ્યા બાદ પરીક્ષાના પરિણામોમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. પરિણામનું સ્તર ઘણુ નીચુ આવ્યુ હતુ. શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ના પરિણામો દર્શાવે છે કે ૪૬૬૨૨ વિદ્યાર્થીઓ એકલા ધોરણ ૮માં નાપાસ થયા હતા.

ઝ્રમ્જીઈ ગવર્નિંગ બોડીના સભ્ય અને શિક્ષણશાસ્ત્રી ડૉ. જ્યોતિ અરોડા જણાવે છે કે જ્યારે દિલ્હી સરકાર દ્વારા આ નીતિ બનાવવામાં આવી ત્યારે હું આ સમિતિનો એક ભાગ હતી. મારી દૃષ્ટિએ સરકારનો આ સુધારો ખૂબ જ આવકાર્ય છે. નો ડિટેન્શનને બાળકની નબળાઈના રૂપમાં ન જાેવુ જાેઈએ. તેના બદલે, તેને રચનાત્મક મૂલ્યાંકન અને ફિડબેકના અવસર તરીકે જાેવું જાેઈએ, જે બાળકને તેમની અદ્વીતિય ક્ષમતાઓને અનુરૂપ તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે. આ દરમિયાન દિલ્હી પેરેન્ટ્‌સ એસોસિએશનની પ્રેસિડેન્ટ અપરાજિતા ગૌતમ પણ આ ર્નિણયની પ્રશંસા કરે છે અને કહે છે કે જાે ધરાતલથી જાેવામા આવે તો આ એક આવકાર્ય ર્નિણય છે, તે કહે છે કે જાે આપણે સરકારી શાળાઓની વાત કરીએ તો ત્યાંના વાલીઓ ૮મા ધોરણ સુધી ગંભીર નહોતા.

હવે શિક્ષણનું સ્તર ખરેખર સુધરશે. તેનાથી બાળકો ભણતર અને મૂલ્યાંકન પ્રત્યે ગંભીર બનશે. અગાઉ તેઓ વિચારતા હતા કે તેમનું બાળક પાસ તો થઈ જ જવાનું છે. જાેકે, અપરાજિતાએ વધુ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ કે નો ડિટેન્શન પોલિસીને હટાવ્યા બાદ હવે શાળાઓએ તેમની જવાબદારી સમજવી એટલી જ મહત્વપૂર્ણ છે. એવું ન થવું જાેઈએ કે જાે બાળક યોગ્ય પરફોર્મ ન કરી રહ્યુ હોય તો તે તેને નાપાસ કરી દે. તેના બદલે, શાળાઓએ પહેલા ધોરણથી જ બાળકોની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ જેથી બાળક પાંચમા ધોરણમાં કે આઠમા ધોરણમાં નાપાસ થવાની નોબત જ ન આવે.

અલ્કોન ઈન્ટરનેશનલ સ્કૂલ મયુર વિહાર દિલ્હીના ભૂતપૂર્વ આચાર્ય અને શિક્ષણશાસ્ત્રી ડૉ. અશોક પાંડે જણાવે છે કે ઇ્‌ઈ ૨૦૦૯માં કોઈ નો ડિટેન્શન પોલિસીની જાેગવાઈ હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૬-૧૭ સુધીમાં બાળકો ભણતા ન હોવાની વાત પ્રકાશમાં આવવા લાગી. જ્યારે કેટલાક રાજ્યોએ જણાવ્યુ હતુ કે તેઓ નો ડિટેન્શન પોલિસીને દૂર કરવા માગે છે. પરંતુ કોઈ રાજ્ય ખૂલીને સામે આવવા તૈયાર ન થયુ. છેવટે, હવે સરકારે આ નીતિ નાબૂદ કરી છે, ત્યારે એવું માની લેવું જાેઈએ નહીં કે માત્ર નો ડિટેન્શન પોલિસી દૂર કરવાથી શિક્ષણનું સ્તર સુધરશે. આ નીતિના કારણે શિક્ષણનું સ્તર ઘટ્યું હોવાના કોઈ પુરાવા નથી. તે સંપૂર્ણ રીતે સાચું નથી કે માત્ર કોઈ પોલિસીને લાવવાથી કે દૂર કરવાથી શુક્ષણનું સ્તર સુધરશે કે કથળશે. મને લાગે છે કે જ્યારે આ પોલિસી હતી ત્યારે જાે બાળક ૮મા ધોરણમાં નાપાસ થાય તો તેને ફરીથી પરીક્ષા આપીને અથવા બાળકને કોચિંગ આપીને પોતાને સુધારવાનો મોકો મળતો હતો.

હવે તેને એ તક નહીં મળે. હવે મને ડર છે કે પાસ થવા કે નાપાસ થવાની સમગ્ર જવાબદારી બાળકો અને વાલીઓ પર ન આવી જાય. સ્કૂલોએ પણ તેના માટે જવાબદારી લેવી પડશે. ગયા વર્ષે, દિલ્હીની સરકારી શાળાઓમાં ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે નો ડિટેન્શન પોલિસી દૂર કરવામાં આવી હતી. આ પછી, માહિતી અધિકાર (ઇ્‌ૈં) કાયદા હેઠળ આંકડા માંગવામાં આવ્યા હતા જે ચોંકાવનારા હતા. આ આંકડાઓ અનુસાર, ધોરણ ૯માં અભ્યાસ કરતા એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૧માં અભ્યાસ કરતા ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયા હતા. દિલ્હીમાં ૧,૦૫૦ સરકારી શાળાઓ અને ૩૭ ડૉ. બી.આર. આંબેડકર સ્કૂલ ઑફ સ્પેશિયલાઇઝ્‌ડ એક્સેલન્સ સ્કૂલ છે.

Follow Me:

Related Posts