આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પાક નુકસાની અંગે એક બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂતોના પાકની નુકસાની અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકાર સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતાઓ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયાથી શરુ થયેલા કમોસમી વરસાદથી રાજ્યના અનેક ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનની અણધારી કુદરતી આફતના સમયે સરવેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી રીયલ ટાઈમ મોનીટરીંગ કરીને તેમજ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો. ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનનો સંપૂર્ણ અહેવાલ મેળવવા માટેની સૂચનાઓ પણ આપી હતી. આજે મળેલી સરકાર દ્વારા રાહત પેકેજ મુદ્દે નિર્ણય લેવાયો છે.આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પાક નુકસાની અંગે એક બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂતોના પાકની નુકસાની અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકાર સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં પાક નુકસાનીનું અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર થાય તેવી સંભાવનાઓ છે. રાજ્ય સરકાર SDRFના નિયમોથી ઉપર જઈને વિશેષ પેકેજ જાહેર કરી શકે છે.તાજેતરના આ કમોસમી વરસાદમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં ૨૪૯ તાલુકાના ૧૬,૦૦૦થી વધુ ગામોના ખેતી પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. આ નુકસાનની સામે હાલની સ્થિતિએ ૭૦ ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે, બાકીના વિસ્તારોની કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતુ.રાજ્ય સરકારે આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતાવેંત જ ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવાની દિશામાં પણ કામગીરી ખડેપગે રહીને ઉપાડી છે.
સરકાર આજે મોડી સાંજ સુધીમાં ખેડૂતોના રાહત પેકેજની જાહેરાત કરશે, અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ હોઈ શકે છે




















Recent Comments