મારવાડી યુનિવર્સિટીમાં તેલંગણાના વિદ્યાર્થીની આત્મહત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી
ગુજરાતના રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં રહે છે. ત્યારે આ જ યુનિવર્સિટીમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રાજ્યભરમાં લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા ત્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીએ તેની હોસ્ટેલમાં આત્મહત્યા કરી લીધી હતી. ગુજરાતના રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં રહે છે. ત્યારે આ જ યુનિવર્સિટીમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રાજ્યભરમાં લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા ત્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીએ તેની હોસ્ટેલમાં આત્મહત્યા કરી લીધી હતી.
આત્મહત્યા કરનારો વિદ્યાર્થી મૂળ તેલંગાણાનો છે. હાલ તેમના પરિવાર અને વિદ્યાર્થી મિત્રોમાં શોકનું વાતાવરણ છે. ગુજરાતના રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ઉત્તરાયણના દિવસે ૧૮ વર્ષના યુવકે આત્મહત્યા કરી હતી. મૂળ તેલંગાણાના શરેડ્ડી સાઈરામ નામના વિદ્યાર્થીએ ઉત્તરાયણના દિવસે હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. યુનિવર્સિટીએ આ ઘટના અંગે વાલીઓને જાણ કરી છે. મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની આત્મહત્યાના મામલામાં પોલીસ તપાસ કરી રહી છે. વિદ્યાર્થીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. જાેકે, વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા તેના મિત્રોએ જણાવ્યું કે તે ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. શું તે સમયે પ્રોફેસરનું કોઈ દબાણ હતું કે પછી રેગિંગનો કોઈ મામલો હતો? પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Recent Comments