ગુજરાત

જામનગર મનપાની એસ્ટેટ શાખા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી ડ્રેનેજને નડતર રૂપ મકાનોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું

જાનગર મહાનગર પાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ જવાની સમસ્યાના સમાધાન ના ભાગ રૂપે ડ્રેનેજનમાં નડતરરૂપ મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વુભાગ દ્વારા નડતર બાંધકામો પર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર વિસ્તારનાં મોમાઈ નગર શેરી નં. ૧ માં ત્રણ મકાન તોડી પાડી જગ્યા ખુલી કરાઈ હતી. વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજને નડતર રૂપ મકાન તોડી પાડવામાં આવ્યા હતા. રંગમતી નદીના વહેણને અવરોધ થવાથી ચોમાસામાં અન્ય વિસ્તારોમાં પાણી ભરાય છે.
એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરના મોમાઈનગર વિસ્તારમાં નદીના વહેણમાં કરવામાં આવેલ ગેરકાયદે દબાણોનાં કારણે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હતી. મહાનગર પાલિકાની ૩૦૦૦ ફૂટ જેટલી જગ્યામાં ડિમોલેશનની કામગીરી હાથ ધરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.આ જમીનની કિંતમ આશરે ૨૫ લાખ જેટલી થાય છે.
આ ડિમોલિશન કામગીરી બાબતે જેએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જામનગર મહાનગર પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નડતર રૂપ અલગ અલગ દબાણો જે જાહેર રસ્તા પર અને વરસાદી પાણીના માર્ગ પર થયા હતા. તેમને કાયદા અનુસાર બીપીએમસી એક્ટર ૧૯૪૯ ની કલમ ૪૭૮ છ બાદ હિયરીંગ કરી સીટી બી ડીવીઝન સ્ટાફના તેમજ જામનગર મહાનગર પાલિકાની બીજી બ્રાન્ચનાં અલગ અલગ વિભાગો સાથે સંકલન કરી ડિમોલીશનની કામગીરી કરવામાં આવી હતી.

Related Posts