ગુજરાત

લાફીંગ કલબ ગૃપ રાજકોટના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનેલ લાફીંગ ક્લબ  સરોવર પહેલાજ વરસાદમાં ઓવરફલો.

રાજકોટ શહેરમાં નિવૃત્તિ બાદ પ્રવૃત્તિ ની કહેવતને સાર્થક કરતા રાજકોટ લાફીંગ ક્લબ ગૃપ હંમેશા લોકોના આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા માટે બાલકૃષ્ણભાઈ મકવાણાના દિર્ધ દ્રષ્ટીથી રાજકોટ શહેરમાં ૧૪ થી વધુ લાફીંગ ક્લબનું એસો.બનેલ તે લાફીંગ ક્લબ દ્વારા રાજકોટના અલગ અલગ ગાર્ડનમાં સવારના 6 થી 7 વાગ્યા સુધી હાસ્ય થેરાપી સાથે શારીરિક કસરત કરીને લોકોને માનસિક અને શારીરિક નીરોગી રાખવા માટે ખુબ સુંદર પ્રયાસ કરી રહ્યા છે સાથે સાથે સમાજના નાના મોટા કાર્યો જેવાકે જરૂરિયાત મંદને આર્થિક મદદ કરવી, મેડીકલ કેમ્પ કરવા, પ્રવાસ કરવા આવા અનેક કાર્યો ની સાથે સર્વે જીવોની રક્ષા માટે દરેક લાફીગ ક્લબ સાથે મળી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના કાર્યને વેગ આપવા માટે સુંદર મજાનું રાજકોટ શહેરના નવા વિકસતા વિસ્તારમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ, કટારીયા ચોકડી થી આગળ રંગોલી પાર્ક પાસે વિશાળ સરોવરનું નિર્માણ કરવામાં આવેલ અને તે સરોવર પહેલા જ વરસાદમાં ઓવરફલો થયેલ.શ્રી જયંતીભાઈ માંડલિયા રેસકોર્સ, શ્રી રમેશભાઈ અમૃતેશ્વર, શ્રી પ્રવીણભાઈ ભુવા વીર ભગતસિંહ ગાર્ડન, શ્રીમતી રેણુકાબેન રાવલ નીલકંઠ નગર, શ્રી અશ્વિનભાઈ પટેલ સેરેનિટી ગાર્ડન, શ્રી મનીષભાઈ મહેતા ઇન્દિરા સર્કલ, શ્રી મયુરભાઈ બારાઈ રેસકોર્સ, શ્રી પ્રફુલભાઈ જી.મહેતા પ્રસિલ પાર્ક, શ્રી હસમુખભાઈ કાનાણી નારાયણ નગર, શ્રી અંબાલાલભાઈ રાદડિયા સરદાર પટેલ, શ્રી બહાદુરભાઈ ચારણીયા મહારાણા પ્રતાપ, શ્રી રવજીભાઈ ઘોડાસરા વીર ભગતસિંહ ગાર્ડન, શ્રી વિનોદભાઈ મકવાણા અમૃતેશ્વર, શ્રીમતી હંસાબેન ટાંક નીલકંઠ નગર તેમજ સલાહકારક સમિતિ શ્રી બાલકૃષ્ણ મકવાણા, શ્રી અરવિંદભાઈ વોરા, શ્રી આનંદભાઈ માંડલિયા, શ્રી છગનભાઈ સાવલિયા, શ્રી રામજીભાઈ સાગરીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ દ્વારા સંપૂર્ણ સંગઠન તૈયાર કરી અને ચેકડેમનું નિર્માણ કરેલ.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ છે. આ રીતે દરેક પ્રસંગો કે સારા કાર્યોની શરૂઆત વરસાદી પાણીનું યોગ્ય જતન કરવાથી થાઈ તો પાણી પ્રશ્ન ખુબ સરળતાથી હલ થઈ જાઈ.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ,  પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની, દેવાંગીબેન મૈયડ વગેરે ભાઈઓ તથા બહેનો જહેમત ઉઠાવી  રહ્યા છે.

Related Posts