૧૧૦ કરોડ રૂપિયાની ડ્રગ્સની દાણચોરી કેસમાં મોકલનાર એક આરોપીની પોલીસે ધરપકડ કરી, દવાને અલગ નામથી છુપાવી આફ્રિકા મોકલવાનો પ્રયાસ કર્યો હતો
આરોપીઓએ ટ્રામાડોલ નામની સાયકોટ્રોપિક દવાને ડિક્લોફેનાક અને ગેબેડોલ ગોળીઓના નામે છુપાવીને આફ્રિકા મોકલવાનો પ્રયાસ કર્યો હતો. મુન્દ્રા કસ્ટમ્સની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે એક મોટી કાર્યવાહીમાં ૧૧૦ કરોડ રૂપિયાની કિંમતની ડ્રગ્સની દાણચોરી ઝડપી પાડી હતી. આ મામલે રાજકોટના એક વેપારી નિકાસકારના ૨૭ વર્ષીય ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતીના આધારે, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચએ જુલાઈ ૨૦૨૪માં પશ્ચિમ આફ્રિકન દેશોમાં જતી એક જ નિકાસકારના બે કન્સાઇન્મેન્ટ અટકાવ્યા હતા. આરોપીઓએ ટ્રામાડોલ નામની સાયકોટ્રોપિક દવાને ડિક્લોફેનાક અને ગેબેડોલ ગોળીઓના નામે છુપાવીને આફ્રિકા મોકલવાનો પ્રયાસ કર્યો હતો.
કસ્ટમ્સ વિભાગે ગુપ્ત માહિતીના આધારે આ શિપમેન્ટને જપ્ત કર્યું હતું. આ ઘટના ૨૦૧૮માં ટ્રામાડોલને દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ સાયકોટ્રોપિક દવા જાહેર કરવામાં આવ્યા બાદની સૌથી મોટી જપ્તી છે. જ્યારે જાહેર કરાયેલા માલમાં ડિક્લોફેનાક અને ગેબેડોલ ગોળીઓનો સમાવેશ થતો હતો. જેમાં દ્ગડ્ઢઁજી એક્ટ, ૧૯૮૫ હેઠળ પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ, ટ્રામાડોલ, “ટ્રામેકિંગ-૨૨૫” અને “રોયલ-૨૨૫” જેવા બ્રાન્ડ નામો હેઠળ છુપાયેલ હતો. મોકલવામાં આવેલા આ કન્સાઇન્મેન્ટના રિકોલ પર ફોલો-અપ તપાસમાં એ જ મોકલનાર દ્વારા અન્ય શિપમેન્ટમાં ૪૦ કરોડ રૂપિયાની કિંમતના વધારાના છુપાયેલા ટ્રામાડોલનો ખુલાસો થયો છે. કુલ ૯૪ લાખ ગોળીઓ જપ્ત કરવામાં આવી છે.જેમાં કલોલ સ્થિત એક વેરહાઉસમાં આગળની તપાસ દરમિયાન જપ્તીનો સમાવેશ થાય છે. આ જપ્તી, ઉગ્રવાદી જૂથો દ્વારા દુરુપયોગઅને આફ્રિકામાં ઉચ્ચ માંગ માટે જાણીતી અને ૨૦૧૮માં દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ સાયકોટ્રોપિક તરીકે વર્ગીકૃત થયા પછી ટ્રામાડોલની સૌથી મોટી જપ્તીમાંની એક છે. કસ્ટમ્સ વિભાગ આ મામલે વધુ તપાસ કરી રહ્યું છે. અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી શકે છે.
Recent Comments