ગુજરાત

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા “ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં ખેલ મહાકુંભ ૨૦૨૫” સ્પર્ધા યોજાય

નર્મદા જિલ્લા ના રાજપીપળા ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલીત તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નર્મદા દ્રારા આયોજીત ખેલ મહાકુંભ ૨૦૨૫ રાજ્યકક્ષા આર્ચરી અં-૧૭ અને ઓપનએજ ગૃપ ભાઇઓ બહેનોની સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ પ્રસંગે ખેલાડી ભાઈઓ બહેનોને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત મહેમાન ડૉ. દર્શનાબેન દેશમુખ માન.ધારાસભ્યશ્રી નાંદોદ અતિથિ વિશેષ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજી વડોદરા સમારોહ સહિત ની ઉપસ્થિતિ માં  તારીખ ૧૦/૦૨/૨૦૨૬, મંગળવાર સમય : સવારે ૦૯:૦૦ કલાકે સ્થળ જિલ્લા રમત સંકુલ (ધાબા ગ્રાઉન્ડ), રાજપીપલા જિલ્લો-નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ડુંગરા ભીલ ની કચેરી નર્મદા સહિત અનેક ગણ મહાનુભવો ની ઉપસ્થિતિ વચ્ચે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી નું યુવા પ્રતિભા ઓને ઉત્સાહ પ્રેરક વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે દરેક ખેલાડી એ પોતે પોતા ના માં અપાર શ્રદ્ધા હોવી જઈએ પછી ઈશ્વર માં પર્વત સમાંતર સ્થિતપ્રજ્ઞ રહો વિશ્વાસ થી વિશ્વાસ ઉત્પન્ન થાય હાર્યા પછી હતાશ ન બનો પ્રચંડ વેગ થી પુનઃ મેદાન માં આવો આ આસમાન તમારી ઉડાન ની પ્રતીક્ષા માં છે ખેલાડી માં અંન્ત ઉત્સાહ અથાગ પરિશ્રમ અને તીવ્ર ધગશ એજ સાચું જીવન  ભય થી જ ભગવાન નિર્ભય થી જીત પ્રમાણિક પરિશ્રમ નો કોઈ પર્યાય નથી યુવાનો માં ચેતના જગાવતા સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ખેલાડી ઓને આહવાન કરતા જણાવ્યું હતું કે લક્ષ્ય પૂરું કરવા આપણી બધી શક્તિ ઓએ અપાર પરિશ્રમ એજ પુરુષાર્થ છે યુવાનો તેમે રાષ્ટ્ર ની ખરી ઉર્જા અને ઓળખ છો રમત ના મેદાન માં તમે નહિ દેશ રમી રહ્યો છે તેવા ધ્યેય સાથે પ્રચંડ તાકાત થી મેદાન માં ઉતરો દેશ ના અનેક વીરપુત્રો વિરાંગના ઓના ઉલ્લેખ સાથે માર્મિક ટકોર કરતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ યુવા ખેલાડી ઓમાં ચેતના સર્જી દેતું વક્તવ્ય આપી ખેલાડી ઓનો ઉત્સાહ વધાર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વામીજી ની આશ્રમ શાળા ના અનેક વિદ્યાર્થી દેશ નું ગૌરવ વધારી રહ્યા છે 

Related Posts