કેન્દ્ર સરકાર દ્વારા રવી માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રુ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રુ.૧૫૦ પ્રતિ ક્વિન્ટલ આપવામાં આવશે.
ખેડુતોને તેમના ઉત્પાદનના પોષણક્ષણ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઘઉંની લઘુતમ ટેકાના ભાવે ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફત કરવામાં આવી રહી છે. ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા તા.૩૧ મે, ૨૦૨૫ સુધી નિયત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રુ.૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચૂકવવામાં આવશે, જેનો લાભ લેવા તમામ ખેડુતમિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના અમરેલી નાયબ જિલ્લા મેનેજરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments