શહેરની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૧૦ માં ભણતા વિદ્યાર્થિની હત્યા બાદ લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. સ્કૂલ નજીક મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અપાઇ છે. સ્કૂલની સામે સ્ટેજ બનાવીને શ્રદ્ધાંજલિ અપાઇ છે. વાલી સંગઠન દ્વારા મૃતકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આરોપીને કડક સજા આપવામાં આવે તેવી વાલી સંગઠન માગ કરવામાં આવી છે. વાલી સંગઠન સેવન્થ ડે સ્કૂલ પાસે એકઠા થયા છે. સ્કૂલ સામે પણ પગલા લેવા વાલી સંગઠનની માગ છે. સંતો મહંતોએ મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપી છે. સતત ચોથા દિવસે સ્કૂલ પર પોલીસનો બંદોબસ્ત જાેવા મળી રહ્યો છે.
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યા કેસના પડઘા દેશ ભરમાં પડ્યા છે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે રોષ જાેવા મળી રહ્યો છે. આજે કાલુપુર-રિલીફ રોડના તમામ માર્કેટો બંધ પાળશે. અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા બંધનો ર્નિણય કરવામાં આવ્યો છે. પાંચકુવાની આસપાસ આવેલ તમામ માર્કેટ બંધ રહેશે. સેવંથ ડે સ્કૂલને લઇને છસ્ઝ્ર મોટો ર્નિણય કરશે. સ્કૂલની માપણી ( જમીન ) અને પ્લાન મુજબના બાંધકામની ચકાસણી કરવામાં આવશે, એસ્ટેટ કમિટીમાં આ મુદ્દે ર્નિણય થશે. વર્ષ ૨૦૦૧માં મનપાએ ૧ રૂપિયાના ટોકન પર ભાડા પટ્ટા પર જગ્યા અપાઈ છે. ૯૯ વર્ષના ભાડા પટ્ટા પર સેવંથ ડે સ્કૂલને જગ્યા અપાઈ છે.
શહેરની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સતાણીની હત્યાના મામલે હવે શાળાની મુશ્કેલીઓ વધી શકે છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્કૂલ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટની મંજૂરી બાદ શાળાની સામે ફરિયાદ નોંધી છે, ક્રાઈમ બ્રાન્ચે સેવન્થ ડે સ્કૂલના એક સગીર આરોપીઓની અટકાયત કરીને સમગ્ર મામલે પ્રાથમિક પૂછપરછ કરી હતી.
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યા કેસના પડઘા દેશ ભરમાં પડ્યા; અલગ અલગ સ્ન્ગ્થનો દ્વારા અમદાવાદ બંધ ના એલાન ની અસર દેખાઈ

Recent Comments