વિડિયો ગેલેરી

દામનગર કે કે નારોલા પ્રાથમિક શાળા ની ટ્રાન્સપોટેશન સેવા આચાર્ય ની જીદ થી એકાએક બંધ થતાં વિદ્યાર્થી ઓ અને વાલી ઓ રજળી પડ્યા એક વર્ષ થી SMC ની બેઠક જ નથી મળી તો લાખો ની ગ્રાન્ટ ક્યાં કોની સહી થી વપરાય

દામનગર શહેર કે કે નારોલા પ્રાથમિક શાળા ખાતે અનેક વાલી ઓ અને અગ્રણી દોડી આવ્યા વિદ્યાર્થી માટે ની મફત ટ્રાન્સપોટેશન સેવા એકાએક બંધ કરવાના આચાર્ય નો મનસ્વી નિર્ણય પરત ખેંચો ની બુલંદ માંગ ઉઠી 

શાળા નાજ  શિક્ષક દ્વારા વાલી ઓ અને અગ્રણી વચ્ચે જાહેર માં એકરાર એક વર્ષ થી SMC ની મીટીંગ નથી મળી 

કે કે નારોલા પ્રાથમિક શાળા માં બે માસ પહેલા શાળા પ્રવેશોત્સવ સમયે જોરશોર થી શરૂ કરાયેલ દૂરસદુર અંતરયાળ વિદ્યાર્થી ઓને લાવવા લઈ જવા માટે પ્રારંભયેલ સેવા એકાએક આચાર્ય ની જીદ ના કારણે બંધ કરી દેવતા વિદ્યાર્થી ઓ અને વાલી રજળી પડ્યા કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ થકી સરકારી શાળા ના શિક્ષણ પ્રત્યે નાગરિકો માં રસ રુચિ વધારતા આવા કાર્યકમો થી આવતા ભવિષ્ય ના ઉત્તમ નાગરિકો ના  ઘડતર માટે ચિંતિત સરકારે દ્વારા  દૂરસદુર થી 

અંતરયાળ વિસ્તારો માંથી વિદ્યાર્થી ઓને લાવવા લઈ જવા માટે શરૂ કરેલ ટ્રાન્સપોટેશન આચાર્ય ની જીદ થી કોઈપણ જાત ની મંજૂરી વગર માટે એકજ દિવસ માં બંધ કેમ કરાવી શકે ? જિલ્લા પંચાયત ની શિક્ષણ સમિતિ કે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ટ્રાન્સપોટેશન બંધ કરવા કોની સહી થી દરખાસ્ત કરાય ? સગીર વિદ્યાર્થી પાસે વાલી ની સહી કરાવી શકાય ખરી ? વિદ્યાર્થી ઓની ટ્રાન્સપોટેશન સેવા બંધ કરવા ક્યાં સક્ષમ અધિકારી સમક્ષ કોની સહી થી દરખાસ્ત કરી મંજૂરી મેળવ્યા વગર આવો અધિકાર કોણે આપ્યો ? છેલ્લા એક વર્ષ થી SMC ની બેઠક જ નથી મળી તો લાખો ની ગ્રાન્ટ ક્યાં વપરાય ? કોઈ વાલી વાહન સેવા કેમ બંધ કેમ કરાય તેવો સવાલ કરતા જ શાળા માં પોલીસ બોલાવી વાલી ને પોલીસ માં સોંપવો એ કયાનું શિક્ષણ છે  ? આ વાલી પોતા ના સંતાન ને જે સ્કૂલ માં અભ્યાસ માટે મોકલે તે વાલી વિરુદ્ધ પોલીસ નો ડર બતાવી ચૂપ કરવાનું નું કારણ શું ? કોઈપણ નીતિ વિષયક નિર્ણય માટે સક્ષમ અધિકારી ની મંજૂરી વગર આવી મનમાની સામે જિલ્લા સાંસદ તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન નગરપાલિકા ના શિક્ષણ સમિતિ ના ચેરમેન સહિત અનેક સબંધ કરતા ઓને લેખિત રજુઆત દૂર સદુર થી આવતા ગરીબ પરિવાર ના વિદ્યાર્થી ઓના હક્ક અધિકાર બંધ કરવા ના તધલખી નિર્ણય સામે વાલી ઓમાં અને કેળવણી પ્રેમી અગ્રણી ઓમાં ભારે નારાજગી ઉભી થઈ શિક્ષક માટે વિદ્યાર્થી આરાધ્ય દેવ છે આવતા ભવિષ્ય નું જ્યાં ઘડતર થતું હોય કેળવણી પ્રેમી દાતા ને ઠેસ પહોંચે તેવો મનસ્વી નિર્ણય સામે કેળવણી નિરીક્ષક સહિત સબંધ કરતા વિભાગે તાકીદે પગલાં લેવા અને વિદ્યાર્થી ઓના હિત ટ્રાન્સપોટેશન સેવા પૂર્વવત શરૂ રાખવા વાલી ઓમાં બુલંદ માંગ ઉઠી રહી છે કે કે નારોલા પ્રાથમિક શાળા માં એકવર્ષ થી SMC ની મીટીંગ જ નથી મળી તો લાખો ની ગ્રાન્ટ ક્યાં કોની સહી થી ખર્ચ કરાય ? માત્ર ૧૮ કલાક માંજ શાળા નું ટ્રાન્સપોટેશન બંધ કરવા કોને અધિકાર આપ્યો ? 

Related Posts