ગુજરાત

આંગળી ચીંધવાનું પુણ્ય ; રેફરન્સથી આવેલા દર્દીને વિના મૂલ્યે સાર

જુનાગઢ : હાલમાં ઘણા દંપતિ એવા છે જે ઘણા વર્ષોથી ની: સંતાન હોય છે અને સંતાન સુખની પ્રાપ્તિ કરવા માંગતા હોય છે પરંતુ અનેક જગ્યાએ બતાવ્યા છતાં પણ તેમને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી… ત્યારે જૂનાગઢની ન્યુ લાઇફ કે હોસ્પિટલ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જો કોઈ પણ વ્યક્તિ રેફરન્સથી આવે તો તેને વિનામૂલ્યે OPD અને સોનોગ્રાફી કરી અને સારવાર કરવામાં આવશે. આ સાથે દૂરબીન વડે ગર્ભાશય તેમજ અન્ય ઓપરેશનમાં 30 થી 50% સુધી રાહત આપવાની જાહેરાત હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે….

આ હોસ્પિટલમાં વ્યંતત્વ નિવારણ માટે એડવાન્સ ટેકનોલોજી સાથે આઈવીએફ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં ફુલ ટાઈમ ડોક્ટર ડો અંજલી જોશી હોસ્પિટલ પર સેવા આપશે…

આ ઉપરાંત આ હોસ્પિટલે અનેક અન્ય સુવિધાઓ પણ શરૂ કરી છે જેમાં દર બુધવારે OPD ફ્રી, આર્મી જવાનના પરિવાર માટે ફ્રી નિદાન , દરેક પોલીસ પરિવારના સભ્યોને ફ્રી નિદાન , હાઈ રિસ્ક પ્રેગનેન્સી યુનિટ , પ્રેગનેન્સી સાથે ડાયાબિટીસ હોવું , ડીઆઇસી , આગળ ત્રણ કે તેથી વધુ સિઝેરિયન હોવા , 4D સોનોગ્રાફી ની સુવિધા અને એડવાન્સ લેપ્રોસ્કોપી સેન્ટર સાથે હોસ્પિટલ સજ્જ રાખવામાં આવ્યું છે…

તાજેતરમાં હોસ્પિટલને થયા ત્રણ વર્ષ પૂર્ણ

તાજેતરમાં આ હોસ્પિટલને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ત્રણ વર્ષ પૂરા થતાં એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક જ દિવસમાં 100 થી વધુ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

Related Posts