દામનગર શહેર માં અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર પ્રસાદ ઘર માં BAPS સંસ્થાન ગઢડા થી વરિષ્ઠ સંતો પૂજ્ય સ્વામી શ્રી ભગવતકીર્તનદાસજી સ્વામી શ્રી કેશવપ્રેમદાસજી એ અનસૂયા પ્રસાદ ઘર ના સાત્વિક ભોજન પ્રસાદ થી અવગત કરતા દામનગર BAPS મંડળ સંચાલક શ્રી ઓએ દૈનિક નિઃશુલ્ક ભોજન પ્રસાદ મેળવતા અતિથિ અભ્યાગત નિરાધારો મનોદિવ્યાગ વૃદ્ધ વડીલો અંગે માહિતી આપી હતી
દામનગર સમસ્ત સતસંગી પરિજનો એ પૂજ્ય સંતો ને પધરામણી કરવા વિનંતી કરતા સાથે જ પૂજ્ય સંતો એ વિના વિલંબ અનસૂયા પ્રસાદ ઘર માં પધરણી કરી સત્વશીલ આહાર જ વિચાર પ્રદાન કરે છે નો સુંદર સંદેશ આપી સ્વંયમ સેવકો ના સમર્પણ સમયબદ્ધતા સ્વચ્છતા જેવા ઉમદા આચરણ થી ખૂબ પ્રભાવિત થઈ રાજપો વ્યક્ત કર્યો હતો પૂજ્ય સંતો એ અન્નદાન ના મહત્વ અંગે સુભાષીશ પાઠવ્યા હતા પૂજ્ય સંતો ની પધરામણી દરમ્યાન મંડળ સંચાલક દિલીપભાઈ ભાતિયા ઘનશ્યામભાઈ લાભુભાઈ નારોલા યોગેશભાઈ પરમાર સહિત ના સતસંગી ઓએ હાજરી આપી હતી

















Recent Comments