અમરેલી

યે જીવન હૈં ઇસ જીવન કા યહી હૈ રંગરૂપ..ચકાચૌંધ ગ્લેમરસ વર્લ્ડ, ઉદારીકરણ અને વિકાસની હોડમાં જીવન સંઘર્ષનો અસલી ચહેરો

યે જીવન હૈ. ઈસ જીવન કા યહીં હૈં. યહીં હૈં રંગ રૂપ થોડે ગમ થોડી ખુશિયાઁ…

વરવી વાસ્તવિકતા આ પણ છે કે વિકાસની વાતોમાં આવા જીવન જીવવાની જહેમતના દ્રશ્યો પડદાં પાછળ અંકિત થઈજાય છે. કાંખમાં બાળક અને એક શૈશવ જ્યારે જીવન સંઘર્ષનું અસલી સ્વરૂપ નિહાળતું હોય ત્યારે હ્રદય કરુણાથી ભરાય જાય છે.

એક તરફ બુલેટ ટ્રેનની વાતો..!!સમાંતરે ભારતમાં આવા દ્રશ્યો પણ જોવા મળે છે. !! બસ આને શાસનની કરુણતા કહીએ કે પિડિત લોકોની પીડાની બદનસીબી? એ સવાલ મનમાં ઉઠ્યા વગર રહેતો નથી. એટલે જ સાંપ્રત સમયમાં જ્યારે જર્મની સાથે પણ આપણે ઘણા એમઓયુ કરીશું. દુનિયાના અન્ય દેશોમાં પણ ભારતનો દબદબો હોય ત્યારે આવા દ્રશ્યો ખરેખર મનોમંથન માંગે છે. અહીં જે મહિલા એક નાના બાળકને કાંખમાં લઈને એની નાની દીકરી સાથે શહેરમાં ફુગ્ગા વેચવા નીકળે છે. વેપાર થાય તો બે પૈસા રળી શકાય એવું મનમાં વિચારી સાથે આ ચમકતી ચકાચૌંધ કરનાર ગ્લેમરસ વર્લ્ડને ઠપકો પણ આપતી હોય તો નવાઈ નહીં. ફુગ્ગાનો આકાર હ્રદય જેવો છે પરંતુ દુનિયા નિષ્ઠુર અને તકવાદી તકલાદી છે. છતાં હ્રદયથી ફુગ્ગાનો વેપાર કરવા માટે સતત સંઘર્ષ કરતી જોવા મળે છે. તો અન્ય તસ્વીરમાં પેટનો ખાડો પુરવા માટે મહિલાઓને ઉપયોગી કટલેરી હોઝીયરી વેચતી એ સંન્નારીઓ આ કળકળતા ખીચડામાં બે પૈસા રળવા માટે સોસાયટી, ગલી, મહોલ્લામાં આમતેમ વેપાર અર્થે ફરતી જોવા મળે છે. આમ આ બંને દ્રશ્યો જીવનના સંઘર્ષ કરતા ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળે છે. અને એટલે જ હિન્દી ફિલ્મની આ પંક્તિ યે જીવન હૈ, ઈસ જીવન કા યહીં હૈં યહી હૈ રંગરૂપ થોડે ગમ હૈ થોડી ખુશિયાઁ.. યે ન પૂછો ઈસમેં અપની હાર હૈં કે જીત હૈં.. ઈસે અપના લો યે ભી જીવન કી રીત હૈ.. વધુ આપ વાંચકો પર આપ પણ ઘણા સમજદાર છો.

પ્રસ્તુત તસવીર સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીનાં કેમેરામાં કંડારાઈ છે.

Related Posts