fbpx
રાષ્ટ્રીય

લોસ એન્જલસમાં વિકરાળ આગમાં હજારો લોકોએ પોતાની મિલકતો ગુમાવી, રાષ્ટ્રપતિ જાે બિડેને પોતાનો ઇટાલીનો પ્રવાસ રદ કર્યો

ભયંકર જંગલની આગ અમેરિકન ફિલ્મ ઉદ્યોગના પ્રતીકાત્મક કેન્દ્ર હોલીવુડ હિલ્સની નજીક પહોંચી ગઈ આગના કારણે અત્યાર સુધીમાં ૫૨ થી ૫૭ અબજ ડોલરનું નુકસાન થયું છે. અમેરિકાના લોસ એન્જલસ માં અનેક દિશાઓથી ફેલાતી ભયંકર જંગલની આગ અમેરિકન ફિલ્મ ઉદ્યોગના પ્રતીકાત્મક કેન્દ્ર હોલીવુડ હિલ્સની નજીક પહોંચી ગઈ હતી. આગ હજુ પણ કાબુમાં નથી આવી અને સેંકડો ફાયર ફાઈટર તેને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગમાં પાંચ લોકોના મોત થયા છે અને ૧.૩ લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગના કારણે અત્યાર સુધીમાં ૫૨ થી ૫૭ અબજ ડોલરનું નુકસાન થયું છે. આગમાં બિલી ક્રિસ્ટલ, મેન્ડી મૂર, કેરી એલ્વેસ અને પેરિસ હિલ્ટન સહિતની હસ્તીઓના ઘરો સહિત એક હજારથી વધુ ઇમારતો નાશ પામી હતી.

પસિફિક કોસ્ટથી લઈને પાસાડેના સુધીના શહેરો તબાહ થઈ ગયા છે. આ આગને લોસ એન્જલસના ઈતિહાસની સૌથી વિનાશકારી ગણાવવામાં આવી રહી છે. ગુરુવારની સવાર સુધીમાં, લોસ એન્જલસ કાઉન્ટીમાં પાંચ જુદા જુદા સ્થળોએ આગ સળગી રહી હતી. જેને કાબુમાં લેવા માટે હેલિકોપ્ટર આગ પર પાણી રેડવા માટે ઉડાન ભરી રહ્યા હતા, પરંતુ ભારે પવનના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ પાણીની અછત પણ જાેવા મળી હતી. અન્ય છ રાજ્યોમાંથી અગ્નિશામકોને કેલિફોર્નિયા બોલાવવામાં આવ્યા છે. લોકો સૂટકેસ લઈને પગપાળા હોટેલો છોડી રહ્યા હતા, જ્યારે કેટલાક તેમના ફોનમાં આગની તસવીરો લઈ રહ્યા હતા. લોસ એન્જલસના મેયર કેરેન બાસે જણાવ્યું હતું કે પવન મંગળવાર જેટલો જાેરદાર ન હતો, પરંતુ હજુ પણ અનિયમિત હતો.

ધુમાડાથી લોકો પરેશાન છે, દ્ગ-૯૫ માસ્ક પહેરવા છતાં તેઓ ઝેરી ધુમાડાથી રાહત મેળવી શકતા નથી. દક્ષિણ કેલિફોર્નિયામાં લગભગ ૩.૧ લાખ ઘરો અને વ્યવસાયો પાવર વગરના છે, જેમાંથી અડધા લોસ એન્જલસ કાઉન્ટીમાં છે. આગ લગભગ ૨૮ હજાર એકર વિસ્તારને લપેટમાં લીધી છે. રાષ્ટ્રપતિ જાે બિડેને ઇટાલીનો પ્રવાસ રદ કર્યો છે, જે રાષ્ટ્રપતિ તરીકેની તેમની છેલ્લી વિદેશ યાત્રા હશે. તેઓ સાન્ટા મોનિકામાં ફાયર સ્ટેશન પહોંચ્યા અને ગવર્નર ગેવિન ન્યુઝમ સાથે બેઠક કરી. ગવર્નરે કહ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે ૧૪૦૦થી વધુ ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યા છે. ઘણા હોલીવુડ સ્ટુડિયોએ તેમનું કામ બંધ કરી દીધું છે. હોલીવુડના સૌથી મોટા સ્ટાર્સ આગ લાગવાના લગભગ ૭૨ કલાક પહેલા ગોલ્ડન ગ્લોબ્સના રેડ કાર્પેટ પર ચાલવા માટે એકઠા થયા હતા. આગ લાગ્યા બાદ ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ સમારોહનો ઉત્સાહ પણ ઠંડો પડી ગયો હતો.

આ સિવાય ‘બેટર મેન’ અને ‘ધ લાસ્ટ શોગર્લ’ના પ્રીમિયર્સ કેન્સલ કરવામાં આવ્યા હતા. સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ પુરસ્કારોના નામાંકનની જાહેરાત લાઇવ ઇવેન્ટને બદલે પ્રેસ સ્ટેટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. છહ્લૈં એવોર્ડ્‌સ જેવી વીકએન્ડ ઇવેન્ટ પણ રદ કરવામાં આવી છે. ઓસ્કાર નોમિનેશન પણ બે દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યા છે, હવે તે ૧૯ જાન્યુઆરીએ થશે. ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્‌સ પણ ૨૬ જાન્યુઆરીએ યોજાશે. ક્રિસ્ટલ અને તેની પત્ની જેનિસે જણાવ્યું કે પેસિફિક પેલિસેડ્‌સ નજીક તેમનું ૪૫ વર્ષ જૂનું ઘર નષ્ટ થઈ ગયું છે. જેનિસ અને હું ૧૯૭૯ થી આ ઘરમાં રહીએ છીએ. પાસાડેના નજીક અલ્ટાડેના વિસ્તારમાં મૂરનું ઘર આગમાં નાશ પામ્યું હતું. અભિનેત્રી-ગાયકે એક પોસ્ટમાં લખ્યું, ‘સાચું કહું તો હું આઘાતમાં છું. મારા બાળકોની શાળા પણ આગથી નાશ પામી હતી. અમારી મનપસંદ રેસ્ટોરાં જમીન પર બળી ગઈ. ઘણા મિત્રો અને પ્રિયજનોએ પણ બધું ગુમાવ્યું છે.

‘ધ પ્રિન્સેસ બ્રાઈડ’ અને અન્ય કેટલીક ફિલ્મોના સ્ટાર આલ્વેસે લખ્યું છે કે તેમનો પરિવાર સુરક્ષિત છે, પરંતુ પાલિસેડસમાં તેમનું ઘર આગમાં નાશ પામ્યું હતું. હિલ્ટને એક ન્યૂઝ વીડિયો ક્લિપ પોસ્ટ કરી અને કહ્યું કે તેમાં માલિબુમાં તેના નાશ પામેલા ઘરના ફૂટેજનો સમાવેશ થાય છે. આગને કારણે અભિનેત્રી જેમી લી કર્ટિસ, અભિનેતા એડમ સેન્ડલર, બેન એફ્લેક, ટોમ હેન્ક્‌સ અને સ્ટીવન સ્પીલબર્ગ, જેમ્સ વુડને પણ નુકસાન થયું હતું, જેમના ઘર આગથી પ્રભાવિત વિસ્તારની નજીક આવેલા છે. બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી પણ લોસ એન્જલસમાં હતી. તેણે બુધવારે રાત્રે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે આગને કારણે તેને અને તેની ટીમને શહેર છોડવા માટે કહેવામાં આવ્યું છે. તેણી ત્યાંથી નીકળી રહી છે.

ફતેહીએ કહ્યું કે તેણે આવું ક્યારેય જાેયું નથી. આગને કારણે હવામાં ધુમાડા અને રાખના વાદળો સર્જાયા છે. તેથી સધર્ન કેલિફોર્નિયાના ૧.૭ કરોડ લોકો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. લોસ એન્જલસ કાઉન્ટી ફાયર વિભાગના આસિસ્ટન્ટ મેડિકલ ડાયરેક્ટર ડૉ. પુનીત ગુપ્તાએ જણાવ્યું હતું કે જંગલમાં લાગેલી આગ હાર્ટ એટેકનું કારણ બની શકે છે અને અસ્થમાના દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. એક તરફ લોસ એન્જલસ અનિયંત્રિત આગ સામે ઝઝૂમી રહ્યું છે તો બીજી તરફ હવામાનશાસ્ત્રીઓએ આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ અમેરિકામાં ભારે હિમવર્ષા થવાની આગાહી કરી છે. આ શિયાળાનો મોટાભાગનો વરસાદ એવા સ્થળોએ પડવાનો અંદાજ છે જ્યાં લોકો શિયાળા માટે ઓછા ટેવાયેલા હોય, ટેક્સાસ અને ઓક્લાહોમાના દક્ષિણી મેદાનોથી લઈને કેરોલિનાસના દરિયાકાંઠાના મેદાનો સુધી આ જાેખમી ડ્રાઇવિંગ પરિસ્થિતિઓ, પાવર આઉટેજ અને શાળા બંધ થવામાં પરિણમી શકે છે.

Follow Me:

Related Posts