અમરેલી

ખેડૂતલક્ષી કલ્યાણકારી વિવિધ સહાય યોજના અંતર્ગત લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા.૧૫ મેં સુધીમાં ઓનલાઈન અરજી કરવી

અમરેલી જિલ્લાના તમામ ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in નવીન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ૨.૦

તા.૨૪/૦૪/૨૦૨૫ થી  તા.૧૫/૦૫/૨૦૨૫ સુધી દિન-૨૨ માટે ખુલ્લું રહેશે. ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકશે.

અરજી કરતાં પૂર્વે ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાંખવો ફરજિયાત રહેશે.  નોંધણી થયા બાદ વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે.

અરજી કરતી વખતે અરજદારનું પૂરું નામ, સ્ત્રી – પુરુષ, જાતિ, જમીન ધારકતા, જમીન ખાતાની વિગતો વગેરે  કાળજી પૂર્વક અને સાચી આપવાની રહેશે.

ખેડૂતો દ્વારા કરવામાં આવેલી અરજીની વિગતો તપાસી અગાઉ લાભ લીધેલ છે કે કેમ તેની ચકાસણી કર્યા બાદ તાલુકા કક્ષાએથી અરજીઓની વિગતો ચકાસી પાત્રતા નક્કી કરવામાં આવશે.

ખોટી કે અધૂરી વિગતો વાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ, જેથી અરજી કરતી વખતે કાળજીપૂર્વક વિગતો ભરવા તમામ ખેડૂતમિત્રોને અનુરોધ છે.

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ પાત્રતા ધરાવતી અરજીઓનો જિલ્લા/તાલુકાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે. જે મુજબ નાણાકીય જોગવાઈ અને લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે.

જો કોઈ તબક્કે આપની અરજીની વિગતો ખોટી જણાશે તો અરજી પરત્વે પૂર્વ મંજુરી રદ થવાને પાત્ર રહેશે જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી.

વધુ જાણકારી માટે ખેડૂતો સંબંધિત તાલુકાના/ગામના વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રેહશે તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts