ભારતીય જનતા પાર્ટીના આદર્શ, જનસંઘનાં સ્થાપક, એકાત્મ માનવ દર્શન તેમજ અંત્યોદય વિચારધારાનાં વાહક પં. દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિએ અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે ભાજપ આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
૧૯૬૮ની સાલમાં ૧૧ ફેબુઆરીએ ટ્રેન મુસાફરી દરમિયાન ભેદી સંજોગોમાં પંડિતજીનું નિધન થયેલું. સંગઠન અને અંત્યોદય ને જીવનમંત્ર બનાવનાર પં. દીનદયાળ ઉપાધ્યાયજીનાં નિર્વાણ દિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા “સમર્પણ દિન” તરીકે મનાવવામાં આવે છે. તે અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીનાં માર્ગદર્શનમાં પ્રદેશ ભાજપ અગ્રણી અને ભાવનગર મહાનગરનાં પૂર્વ પ્રમુખ અભયસિંહ ચૌહાણ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યાં અને પં. દીનદયાળજીના જીવન-કવન વિશે તેમજ તેમણે બાળપણથી વેઠેલ કપરી પરિસ્થિતિ, જીવનભર સંઘર્ષ છતાં સંગઠન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વિશે કાર્યકરોને ઉદાહરણ સહિત પ્રેરક સંબોધન કર્યુ હતું. અભયભાઈ પોતે સ્વયંસેવક અને વર્ષોથી કસાયેલા કાર્યકર હોય પક્ષનાં મૂલ્યો, નેતાઓનું સમર્પણ તેમજ શિસ્ત પ્રણાલિની સટિક વાતો કહી હતી.
લગ્ન સિઝન હોવા છતાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને આવકારતાં જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ આગામી સમયમાં થનાર સંગઠનના કાર્યક્રમો, વર્ગો તેમજ વીબી જીરામજી યોજનાની ગ્રામ્ય સ્તરે જાગૃતિ લાવવા અંગે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા પંચાયતનાં પ્રમુખ સૂરેશભાઈ પાથર, અમરેલી જીલ્લા ભાજપનાં મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, ખજાનચી અને કાર્યક્રમનાં ઈન્ચાર્જ દિપકભાઈ વઘાસિયા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી મયુરભાઈ માંજરિયા, મનોજભાઈ મહીડા, રેખાબેન માવદિયા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલિયા, વિપુલભાઈ ભટ્ટી, અલકાબેન ગોંડલિયા, રેખાબેન પરમાર, કોમલબેન રામાણી, આરતીબેન અટારા, કિરણબેન પડાયા, કાશ્મીરાબેન વ્યાસ, જીલ્લા પંચાયત સદસ્ય મૂકેશભાઈ બગડા, શહેર ભાજપનાં ઉપપ્રમુખ નાથુભાઈ ધાધલ, મૌલિકભાઈ ઉપાધ્યાય, ચલાલા મંડળ પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા, પ્રકાશભાઈ કારિયા, ભયલુભાઈ વાળા, અશોકભાઈ ચૌહાણ, નગરપાલિકાનાં સદસ્ય ચિરાગભાઈ ત્રિવેદી, તાલુકા ભાજપનાં મધુભાઈ હરખાણી, કાળુભાઈ વાળા, વનરાજભાઈ કોઠીવાળ, દિલીપભાઈ સાવલિયા, રાજુભાઈ ધાનાણી, પ્રવિણભાઈ ચાવડા, રજનીભાઈ મકવાણા, જીજ્ઞેશભાઈ દાફડા, ડેનીભાઈ પરમાર, ખોડાભાઈ મેરિયા, હિતેષભાઈ સોલંકી, હરેશભાઈ, સંજયભાઈ, ગૌરવભાઈ મહેતા, કાર્યાલય મંત્રી મહેન્દ્રભાઈ ચાવડા સહિત જીલ્લાનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં અને પં. દીનદયાળજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યેશભાઈ વેકરિયાએ કર્યુ હતું તેમ જીલ્લા ભાજપની યાદીમાં જણાવ્યું છે.
પં. દીનદયાળ ઉપાધ્યાયના નિર્વાણ દિને ભાવવંદના કરવામાં આવી


















Recent Comments