અમદાવાદ જિલ્લામાં બગોદરા-ધોળખા રોડ ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ગાંગડ ગામ નજીક સરકારી બસ, ડમ્પર અને ઈકો ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોને ગંભીર રીતે ઈજાઓ થવા પામી હતી. જેઓને ઈમરજન્સી ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બગોદરા-ધોળકા રોડ ઉપર સરકારી બસ, ડમ્પર અને ઈકો ગાડી વચ્ચે સર્જાયેલા ટ્રીપલ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. દાહોદ ઝાલોદથી ગોંડલ જતી બસનો અકસ્માત થયો હતો. જ્યારે ડમ્પર ચાલક રોંગ સાઈડમાં આવી જતા બગોદરા તરફથી આવી રહેલ બસ ધડાકાભેર અથડાતા બસ બાજુના ખેતરમાં ખાબકી હતી. બસમાં બેઠેલ ૪૫ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
બસની પાછળ આવી રહેલ ઈકો ગાડી બસ પાછળ અથડાતા બે લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા બગોદરા પોલીસ અને ૧૦૮ ને કરતા ઈમરજન્સી ૧૦૮ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હતા. બગોદરા ૧૦૮ દ્વારા ઈજાગ્રસ્તોને ધોળકા પાશ્વનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે બીજાે અકસ્માત સરસ્વતી તાલુકાના વડુ ગામ નજીક સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર અને ઈકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઈક્કો કારમાં સવાર પાંચ લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે વડુ ગામ નજીક આવેલ પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવી ટ્રેક્ટર બહાર આવતા પાટણ તરફથી આવતી ઈક્કો ટ્રેક્ટર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. ઈક્કોની ટક્કરથી ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થળ પર આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ઈક્કોમાં સવાર પાંચ લોકોને ઈજાઓ થતા ખાનગી વાહનમાં સિવિલ હોસ્પિટલ સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
અમદાવાદ જિલ્લામાં બગોદરા-ધોળકા રોડ ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો, ૨ ગંભીર ઇજાગ્રસ્ત



















Recent Comments