પહાડી, ખીણ અને ઝરણાઓ તથા બગીચાઓ માટે કાશ્મીર વિશ્વભરનું આકર્ષણ રહેલ છે. શ્રીનગરમાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે, આમ છતાં પ્રવાસીઓ ભરપૂર રહેલાં છે. આ નગરનાં અનેક આકર્ષણમાં એક આકર્ષણ છે તુલીપ બાગ… તુલીપ એક ફૂલનો પ્રકાર છે. આ તુલીપ બાગ વર્ષમાં માત્ર પોણા માસ પૂરતો જ ખુલ્લો હોય છે, તેનું કારણ વાતાવરણ છે, જ્યાં હવે આ તુલીપ ફૂલ કરમાવા લાગે છે. માર્ચ આખરથી એપ્રિલ આખર દરમિયાન યાત્રિકો આ બાગમાં ફૂલ સાથે ફુવારા અને પહાડી સાથે પ્રકૃતિની મોજ માણે છે. આ બાગ બે દિવસ પહેલાં એટલે કે ગયા રવિવારે જ બંધ થયો, હવે આવતાં વર્ષે આ ફૂલો ખીલશે અને આ બાગ ખુલશે…!
શ્રીનગરનું એક આકર્ષણ તુલીપ બાગ

Recent Comments