fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં મતદાન પહેલા બે મોટા મુદ્દાઓ સામે આવ્યા, કેશ કાંડ અને બિટકોઈનની હેરાફેરી

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા બે મોટા મુદ્દાઓ સામે આવ્યા છે. આમાંથી એક તો કેશ કાંડ છે જ્યારે બીજાે બિટકોઈનની હેરાફેરીને લઈને છે. પુણેના એક પૂર્વ ૈંઁજી અધિકારીએ સાંસદ અને દ્ગઝ્રઁ શરદ જૂથના નેતા સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે પર ગંભીર આરોપો લગાવ્યા છે. ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ આરોપ લગાવ્યો હતો કે, પટોલે અને સુલેએ ૨૦૧૮માં બિટકોઈનની હેરાફેરી કરી હતી. તે પૈસા હવે વિધાનસભાની ચૂંટણીમાં વાપરવામાં આવી રહ્યા છે. આ આરોપોને લઈને ભાજપે મહાવિકાસ આઘાડી પર પ્રહારો કર્યા છે.

ભાજપ સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, સુપ્રિયા એક મોટા નેતા છે, તેમણે નૈતિક રીતે જવાબ આપવો જાેઈએ, તેમણે સામે આવીને આરોપો પર પોતાનો વિચાર વ્યક્ત કરવો જાેઈએ. તેમણે લોકોને જણાવવું જાેઈએ કે તેના પર લાગેલા આરોપોમાં તેની કોઈ સંડોવણી છે કે નહીં. તેમણે પૂછ્યું કે, હાથ શું કરામાત કરી રહ્યા છે, મોહબ્બતની દુકાનમાં સામાનનું પેમેન્ટ ક્યાંથી થઈ રહ્યું છે? તેમણે કહ્યું કે, મીડિયામાં જે તથ્યો આવ્યા છે તે લોકશાહી માટે ચિંતાજનક છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું હતું કે, અમારી સરકાર આવશે અને અમે સંભાળી લીધું. સુપ્રિયા સુલે અને ગૌરવ મહેતા વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. રૂપિયાને લઈને વાતચીત થઈ રહી છે. ભાજપના આરોપો પર સુપ્રિયા સુલેની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સુલેએ કહ્યું કે, હું સુધાંશુ ત્રિવેદી દ્વારા મારા પર લાગેલા તમામ આરોપોને નકારું છું. આ બધી અટકળો અને સંકેતો છે અને હું ભાજપના કોઈપણ પ્રતિનિધિ સાથે જાહેર મંચ પર તેમની પસંદગીના સમયે અને તારીખે ચર્ચા કરવા તૈયાર છું.

Follow Me:

Related Posts