અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે મહિલા સહિત બે વ્યક્તિઓએ ૧ કરોડ ઠગી લીધાં
શેરબજારમાં રોકાણની સામે અનેક ગણો પ્રોફિટ લેવા જતા પ્રતિદિન અનેક લોકો કરોડો રૂપિયા ગુમાવે છે. ત્યારે અમદાવાદમાં રહેતી એક મહિલા સહિત બે વ્યક્તિઓને રોકાણની સામે સારા વળતરની ખાતરી આપીને રૂપિયા એક કરોડ જેટલી રકમ પડાવી લેવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. શહેરના પાલડીમાં આવેલી સુરજકુંજ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષીય અજયભાઇ ઠાકરને થોડા મહિના પહેલા વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો.
જેમાં શેરબજારમાં શેરબજારમાં રોકાણની સામે સારા વળતરની ટીપ્સ આપવામાં આવતી હતી. જેથી વિશ્વાસ કરીને તેમણે એકાઉન્ટ ખોલાવ્યા બાદ વિવિધ આઇપીઓ અને સ્ક્રીપ્ટમાં ૭૪.૬૬ લાખ જેટલી રકમનું રોકાણ કર્યું હતું. આ રોકાણની સામે તેમને એકાઉન્ટમાં સારો નફો જાેવા મળ્યો હતો. તેની સામે માત્ર ૧૨ હજાર જ પરત આવ્યા હતા. જ્યારે અન્ય નાણાં ગઠિયાઓએ પડાવીને પરત આપ્યા નહોતા. અન્ય બનાવમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી નીલકમલ સોસાયટીમાં રહેતા ચૈતાલીબેન દેસાઇને શેરબજારમાં રોકાણની સામે સારા નફાની માહિતી આપતા એક વોટ્સએપ ગુ્રપમાં એડ કર્યા હતા. જેમાં અનેક લોકોને ફાયદો થતો હોવાથી ચૈતાલીબેને એકાઉન્ટ ખોલાવીને ચાર મહિનમાં ૧૨૦૦ ટકા પ્રોફિટ અપાવવાનું કહીને ૨૭ લાખ જેટલી રકમનું રોકાણ કરાવીને પરત આવ્યા નહોતા. આ બંને ફરિયાદ નોંધીને સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
Recent Comments