fbpx
ગુજરાત

પાટડી ITIના પ્રિન્સિપાલ પર હુમલો કરનારા બે વિદ્યાર્થીઓને દસ વર્ષની સજા થઇ

પાટડી આઇટીઆઇના પ્રિન્સિપાલ પર હુમલો કરનાર બે વિદ્યાર્થીને ધ્રાંગધ્રાની કોર્ટે દસ વર્ષની સજા ફકટાકરી છે. ૨૦૧૪માં વિરમગામના બે વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. કોર્ટે બંને આરોપીને સજાની સાથે દસ-દસ હજારનો દંડ ફટકાર્યો છે. ધ્રાંગધ્રા શહેર રહેતા અને પાટડી આઈ.ટી.આઈ.માં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા મહેશભાઈ ચંદુભાઈ પરમારને વર્ષ ૨૦૧૪માં આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા અમીત બાબુલાલ મકવાણા અને મિલન નરેશભાઈ રાઠોડ એ છરીના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે પ્રિન્સિપાલ મહેશભાઈ પરમારે બાબુલાલ મકવાણા અને મિલન નરેશભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ધ્રાંગધ્રા એડીશ્નલ સેશન્સ કોર્ટમાં દાખલ થયો હતો જે તાજેતરમાં ચાલી જતા વકીલની દલીલો અને દસ્તાવેજી તેમજ મૌખિક પુરાવાઓને ધ્યાને લઈ એડીશ્નલ સેશન્સ જજએ બંને વિદ્યાર્થીઓને દોષિત ઠેરવી ૧૦ વર્ષની સજા કરી હતી. કોર્ટે બંને વિદ્યાર્થીને સજાની સાથે રૂા.૧૦ હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

Follow Me:

Related Posts