અમરેલી

અંડર-૧૪,અંડર-૧૭ અને ઓપન રાજ્યકક્ષા મહિલા કબડ્ડી સ્પર્ધા યોજાઇ: નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા

ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજ્યકક્ષાની અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન કક્ષામાં મહિલાઓ માટેની કબડ્ડી સ્પર્ધાનું આયોજન અમરેલી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ  ખાતે તા.૦૨.૦૫.૨૦૨૫ થી તા.૦૭.૦૫.૨૦૨૫ સુધી ખાતે કરવામાં આવ્યું છે.

વિવિધ જિલ્લાઓમાંથી સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલા ખેલાડીઓને વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાએ પ્રોત્સાહિત કર્યા હતા. અંડર-૧૪ મહિલા કબડ્ડી સ્પર્ધાના આયોજન બાદ અલગ-અલગ ઝોનમાંથી વિજેતા થયેલા પ્રથમ, દ્વિત્તિય ક્રમાંકના ખેલાડીઓ અને ટીમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તાપી, અરવલ્લી, બોટાદ, જૂનાગઢ, મોરબી, અમદાવાદ, વડોદરા અને ડાંગ સહિતની કબડ્ડી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

કબડ્ડી સ્પર્ધા આયોજન વેળાએ ગુજરાત રાજ્ય જિલ્લા વ્યાયામ શિક્ષણ મંડળ પ્રમુખ શ્રી પી.ડી.મિયાણી, રેફરી બોર્ડ ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પૂનમબેન ફુમકીયા, વિવિધ શાળાના શિક્ષકશ્રીઓ અને ખેલાડીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે. 

Related Posts