રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી પુરસ્કાર ૨૦૨૪ અંતર્ગત ૭૧૦ જિલ્લાઓ હેઠળ ૧૫૮૮ નામાંકનો પ્રાપ્ત થયા છે

પ્રધાનમંત્રી પુરસ્કાર ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ૨૦૨૪ની રચના સમગ્ર દેશમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યોને બિરદાવવા, માન્યતા આપવા અને પુરસ્કાર આપવા માટે કરવામાં આવી છે૭૧૦ જિલ્લાઓ જે કુલ જિલ્લાના ૯૨% છે, ૨૦૨૪ના લોક પ્રશાસનમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધનમંત્રી પુરસ્કારમાં ભાગીદારી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે

ભારત સરકારે પ્રધાનમંત્રી પુરસ્કાર માટે એકસેલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ૨૦૨૪ માટેની યોજનાને મંજૂરી આપી દીધી છે. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રીના પુરસ્કારો દેશભરમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યોને સ્વીકારવા, માન્યતા આપવા અને પુરસ્કાર આપવા માટે બનાવવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૪ માટે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર માટેની યોજનાનો ઉદ્દેશ ત્રણ કેટેગરીમાં સનદી અધિકારીઓનાં પ્રદાનને માન્યતા આપવાનો છેઃ

કેટેગરી ૧ઃ પ્રાથમિકતા ધરાવતા ૧૧ ક્ષેત્રોના કાર્યક્રમો હેઠળ જિલ્લાઓનો સર્વાંગી વિકાસ. આ કેટેગરી હેઠળ ૫ એવોર્ડ આપવામાં આવશે.કેટેગરી ૨ઃ એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ. આ કેટેગરી હેઠળ ૫ એવોર્ડ આપવામાં આવશે.કેટેગરી ૩ઃ કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો રાજ્યો, જિલ્લાઓ માટે નવીનતાઓ. આ કેટેગરી હેઠળ, ૬ એવોર્ડ આપવામાં આવશે

પ્રધાનમંત્રી પુરસ્કાર પોર્ટલની શરૂઆત ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી. આ પોર્ટલ ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫થી ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી નોંધણી અને નામાંકન સબમિટ કરવા માટે કાર્યરત કરવામાં આવ્યું હતું.પીએમ એવોર્ડ પોર્ટલ પર ૧૫૮૮ નોમિનેશન મળ્યા હતા. પ્રાપ્ત થયેલા ઉમેદવારીપત્રોનું કેટેગરી પ્રમાણે વિભાજન આ મુજબ હતું –

(ટ્ઠ) જિલ્લાઓનો સંપૂર્ણ વિકાસ – ૪૩૭
(હ્વ) મહત્વાકાંક્ષી બ્લોક્સ કાર્યક્રમ – ૪૨૬
(ષ્ઠ) નવીનતાઓ- ૭૨૫
આ યોજનાને સહભાગીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને, મહત્વાકાંક્ષી બ્લોક્સની પ્રથમ વખત ભાગીદારી વહીવટી સુધારણાને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
પુરસ્કારોના હેતુઓ માટે અરજીઓના મૂલ્યાંકનમાં (૧) સ્ક્રિનિંગ કમિટી દ્વારા જિલ્લાઓ/સંગઠનોની ટૂંકી યાદી, જેની અધ્યક્ષતા અધિક સચિવો કરશે, (૨) ડીએઆરપીજીના સચિવની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિ દ્વારા મૂલ્યાંકન અને (૩) કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં સક્ષમ સમિતિ દ્વારા પુરસ્કાર માટે અંતિમ ભલામણ.

પુરસ્કાર માટે એમ્પાવર્ડ કમિટીની ભલામણો પર પ્રધાનમંત્રીની મંજૂરી લેવામાં આવશે.
પ્રધાનમંત્રી પુરસ્કાર, ૨૦૨૪માં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ (૧) ટ્રોફી, (૨) સ્ક્રોલ અને (૩) પુરસ્કાર પ્રાપ્ત જિલ્લા/સંસ્થાને રૂ. ૨૦ લાખનું પ્રોત્સાહન, જેનો ઉપયોગ પ્રોજેક્ટ/કાર્યક્રમનાં અમલીકરણ માટે અથવા જાહેર કલ્યાણનાં કોઈ પણ ક્ષેત્રમાં સંસાધનોની ખામીઓ દૂર કરવા માટે થશે.
માનનીય પ્રધાનમંત્રી દ્વારા ૨૧ એપ્રિલ, ૨૦૨૫ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સિવિલ સેવા દિવસ, ૨૦૨૫ના અવસર પર આ પુરસ્કારો એનાયત કરવામાં આવશે.

Follow Me:

Related Posts