ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ… તા.૧૫ સપ્ટેમ્બરે યોજાયેલ શિબિરમાં ૧૮૭ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી ડૉ.અભિલાષા બહેન સોનપાલ , શ્રી છાયાબહેન રાણીગા, કમલેશભાઈ વેગડ , રમેશભાઈ ગોહિલ, મોહિતભાઈ ચૌહાણ તેમજ નિરમા લિમિટેડ હેલ્થ સેન્ટરના બળવંતભાઈ જેઠવા તથા આચાર્ય ચેતનભાઇ મકવાણા તેમજ જશવંતપુર ગામના સરપંચ શૈલેષભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક અનિલભાઈ બોરીચાએ કર્યું હતું..
શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ


















Recent Comments