અમરેલી જિલ્લામાં પુરવઠા તંત્ર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) હેઠળના અગ્રતા ધરાવતા કુટુંબોમાં સામેલ બીપીએલ તથા એપીએલ કાર્ડ ધારકોને એપ્રિલ માસ દરમિયાન ૮,૭૬૩ ટન ઘઉં અને ૨,૫૫૧ ટન ચોખાનું અને અંત્યોદય કાર્ડ ધારકોને ૩૧૩ ટન ઘઉં અને ૪૧૭ ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે.
એએવાય તથા બીપીએલ કાર્ડ ધારકોને એપ્રિલ માસ દરમિયાન ૧૪૧ ટન ખાંડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંત્યોદય કુટુંબો માટે ખાંડના વિતરણનું પ્રમાણ ૩ વ્યક્તિ સુધીના એએવાય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ ૧ કિલોગ્રામ તથા ૩ થી વધુ વ્યક્તિવાળા કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ ૩૫૦ ગ્રામ પ્રતિ રુ.૧૫ કિલો પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે. બીપીએલ કુટુંબો માટે ૩૫૦ ગ્રામ પ્રમાણે પ્રતિ કિલોના રુ.૨૨ લેખે વિતરણ નક્કી કરવામાં આવ્યું છે.
અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિદીઠ ૨ કિલોગ્રામ ઘઉં તથા ૩ કિલોગ્રામ ચોખા પ્રતિ વ્યક્તિને આપવામાં આવે છે, તેમજ અંત્યોદય કુટુંબોને ઘઉં કાર્ડ દીઠ ૧૫ કિલોગ્રામ ચોખા અને ૨૦ ઘઉં કિલોગ્રામ વિનામૂલ્યે મળવાપાત્ર છે.
Recent Comments