રાષ્ટ્રીય

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મુંબઈમાં અંધેરીની ESIC હોસ્પિટલ અને DGFASLIની મુલાકાત લીધી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મુંબઈ, મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાત દરમિયાન અંધેરીમાં ઈજીૈંઝ્ર હોસ્પિટલ અને ડિરેક્ટોરેટ જનરલ, ફેક્ટરી એડવાઈસ એન્ડ લેબર ઇન્સ્ટિટ્યૂટ (ડ્ઢય્હ્લછજીન્ૈં)ની મુલાકાત લીધી.

ઈજીૈંઝ્ર હોસ્પિટલની મુલાકાત દરમિયાન ડૉ. માંડવિયાએ નોંધણી કાઉન્ટર, ધન્વંતરી મોડ્યુલ હેઠળ ઓનલાઇન નોંધણી સુવિધા, ડેન્ટલ યુનિટ અને આંતરિક દવા વિભાગ સહિત વિવિધ સુવિધાઓનું મૂલ્યાંકન કર્યું. તેમણે દર્દીઓ અને સ્ટાફ સાથે વાતચીત કરીને તેમના અનુભવો અને પૂરી પાડવામાં આવતી સેવાઓ અંગે પ્રતિસાદ જાણ્યા હતા.

વીમાધારક કામદારોને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા, તેમણે અધિકારીઓને કાર્યક્ષમ તબીબી સેવા વિતરણને પ્રાથમિકતા આપવા અને હોસ્પિટલના નવીનીકરણ અને બાંધકામ પ્રોજેક્ટ્‌સને સમયસર પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.

દિવસના અંતે, કેન્દ્રીય મંત્રીએ ડ્ઢય્હ્લછજીન્ૈંની મુલાકાત લીધી, જ્યાં તેમને વ્યવસાયિક સલામતી અને આરોગ્ય (ર્ંજીૐ), નિયમનકારી માળખા અને ચાલુ તાલીમ કાર્યક્રમોમાં સંસ્થાની મુખ્ય ભૂમિકા વિશે માહિતી આપવામાં આવી. તેમણે તાલીમ હોલ, કોન્ફરન્સ રૂમ અને ડિજિટલ સંસાધન કેન્દ્રો સહિત વિવિધ માળખાકીય સુવિધાઓની મુલાકાત લીધી હતી.

Follow Me:

Related Posts