રાષ્ટ્રીય

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાશ્કંદમાં જન્મેલા સર્જિયો ગોરને ભારતમાં આગામી યુએસ રાજદૂત તરીકે નિયુક્ત કર્યા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નજીકના રાજકીય સહાયક સર્જિયો ગોરને ભારતમાં આગામી યુએસ રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકે નિયુક્ત કર્યા. ગોર હાલમાં વ્હાઇટ હાઉસ પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર છે અને તેમની પુષ્ટિ થાય ત્યાં સુધી આ ભૂમિકામાં રહેશે.
ટ્રમ્પે ‘ટ્રૂથ સોશિયલ‘ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર તરીકે, ગોર અને તેમની ટીમે ‘રેકોર્ડ સમયમાં‘ ફેડરલ સરકારના દરેક વિભાગમાં લગભગ ૪,૦૦૦ અમેરિકા ફર્સ્ટ પેટ્રિયોટ્સને નોકરી પર રાખ્યા હતા અને ઉમેર્યું હતું કે તેમના વિભાગો અને એજન્સીઓ ‘૯૫ ટકાથી વધુ ભરેલી‘ છે.
ટ્રમ્પે કહ્યું કે ગોર તેમના ‘મહાન મિત્ર‘ છે, અને તેમણે તેમના ‘ઐતિહાસિક‘ રાષ્ટ્રપતિ અભિયાનોમાં વ્યાપકપણે કામ કર્યું હતું અને તેમના ઘણા બેસ્ટ સેલિંગ પુસ્તકો પણ પ્રકાશિત કર્યા હતા.

ટ્રમ્પે કહ્યું, “અમેરિકન લોકો તરફથી અમને મળેલા અભૂતપૂર્વ આદેશને પૂર્ણ કરવા માટે રાષ્ટ્રપતિ પર્સનલ ડિરેક્ટર તરીકે સર્જિયોની ભૂમિકા આવશ્યક રહી છે.”
“વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રદેશ માટે, એ મહત્વનું છે કે મારી પાસે એવી વ્યક્તિ હોય જેના પર હું મારા એજન્ડા પર પૂર્ણ કરવા અને અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે મદદ કરવા માટે સંપૂર્ણ વિશ્વાસ કરી શકું,” ટ્રમ્પે ગોરને અભિનંદન આપતા કહ્યું.

સર્જિયો ગોર કોણ છે?
૩૦ નવેમ્બર, ૧૯૮૬ ના રોજ ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં જન્મેલા ગોરનું મૂળ નામ ગોરોખોવ્સ્કી હતું. ૧૯૯૯ માં, તેઓ અને તેમનો પરિવાર લોસ એન્જલસમાં સ્થળાંતરિત થયા, જ્યાં તેમણે શાળામાં અભ્યાસ કર્યો. બાદમાં, તેઓ જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ગયા.
જ્યારે તેમની માતા ઇઝરાયલી મૂળની છે, ત્યારે તેમના પિતા યુરી ગોરોખોવ્સ્કી એક ઉડ્ડયન ઇજનેર હતા જે સોવિયેત સૈન્ય માટે વિમાન ડિઝાઇન પર કામ કરતા હતા.
૨૦૦૮ ની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન, ગોરે સેનેટર જાેન મેકકેનના રાષ્ટ્રપતિ અભિયાનને ટેકો આપ્યો હતો. તેમણે રિપબ્લિકન રાષ્ટ્રીય સમિતિ માટે પણ કામ કર્યું છે. ૨૦૧૩ માં, તેમને ઇછદ્ગડ્ઢઁછઝ્ર માટે ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તેમણે ૨૦૨૦ માં ટ્રમ્પ સાથે કામ કરવાનું શરૂ કર્યું અને તેમના મેક અમેરિકા ગ્રેટ અગેઇન (સ્છય્છ) ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી. ૨૦૨૪ માં ટ્રમ્પ ઓફિસમાં પાછા ફર્યા પછી, ગોરને વ્હાઇટ હાઉસ પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા. જાેકે ગોરને હવે ભારતમાં આગામી યુએસ રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ તેમને દેશનો વધુ અનુભવ નથી.

Related Posts