રાષ્ટ્રીય

અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ધમકીના કારણે વધુ એક યુદ્ધના ભણકારા શરૂ થઈ ગયાજાે ઈરાન ન્યુક્લિયર ડીલ પર સહમત નહીં થાય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે જાે તે ન્યુક્લિયર ડીલ પર સહમત નહીં થાય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં ઈરાનની ધમકી આપી છે કે જાે ન્યુક્લિયર ડીલ નહીં થાય તો અમેરિકા ઈરાન પર એવી બોમ્બવર્ષા કરશે જે પહેલા ક્યારેય નહીં જાેઈ હોય, સાથે સાથે ટેરિફ પણ લગાવવામાં આવશે. જે બાદ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. નોંધનીય છે કે અગાઉ માર્ચ મહિનામાં ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈને પત્ર લખી ચેતવણી આપી હતી કે નવેસરથી વાતચીત નહીં કરો તો સૈન્ય ટકરાવ થશે.
અમેરિકાની ધમકીઓ બાદ ઈરાને પોતાની મિસાલો લોન્ચ મોડમાં તૈયાર રાખવાના આદેશ આપ્યા છે. ઈરાની ન્યૂઝ એજન્સીઓ દ્વારા દાવો કરાયો છે કે ઘણી બધી મિસાઈલો લોન્ચર પર લોડ કરી દેવામાં આવી છે. જેનો અર્થ થાય છે કે માત્ર એક આદેશ અપાતાં જ મિસાઈલો લોન્ચ થઈ જશે.
ઇરાને વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે ઈરાન બદલો લેવા માટે તૈયાર છે. ઈરાને કહ્યું છે કે તે આ મુદ્દા પર અમેરિકા સાથે સીધી વાતચીત કરશે નહીં. . ટ્રમ્પના પત્રના જવાબમાં, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને કહ્યું કે, અમે વાતચીત ટાળતા નથી. પરંતુ આ વચન ભંગને કારણે જ અત્યાર સુધી આપણા માટે સમસ્યાઓ ઊભી થઈ છે. તેમણે સાબિત કરવું પડશે કે તેઓ વિશ્વાસ બનાવી શકે છે.
પેઝેશ્કિયનના નિવેદન પર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે અમેરિકા ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાની મંજૂરી આપી શકે નહીં. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ મુદ્દા પર ઈરાન સાથે ચર્ચા કરવા માંગતા હતા પરંતુ તેહરાને તેનો ઇનકાર કર્યો. તે વાત કરવા માંગતો નથી. જાે ઈરાની સરકાર કોઈ સોદો ઇચ્છતી નથી. તો તે અન્ય વિકલ્પો પર વિચાર કરશે. જે ઈરાન માટે ખૂબ જ ખરાબ હશે. ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન કહે છે કે તેઓ અમેરિકા સાથે સીધી રીતે નહીં પણ પરોક્ષ રીતે વાટાઘાટો કરવા તૈયાર છે. ઈરાને ઓમાન દ્વારા અમેરિકાને આ જવાબ આપ્યો. ઈરાને એમ પણ કહ્યું હતું કે ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ૨૦૧૮માં ઈરાન દ્વારા વિશ્વ શક્તિઓ સાથે કરાયેલા પરમાણુ કરારમાંથી અમેરિકાને પાછું ખેંચી લીધું ત્યારથી આવી વાટાઘાટો ખૂબ અસરકારક સાબિત થઈ નથી.

Related Posts