જિલ્લાના ડિટેઇન થયેલા વાહન માલિકોને કર, દંડ, પેનલ્ટીની વગેરેની રકમ ભરપાઈ કરવા માટે અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા મુંબઈ મોટર વ્હીકલ ટેક્સ એક્ટ- ૧૯૮૫ની જોગવાઈ હેઠળ આખરી જાહેર નોટિસ આપવામાં આવી છે, બાકીદારોએ આ લ્હેણી રકમ તા.૬ ફેબ્રુઆરી સુધીમાં ભરપાઈ કરવાની રહેશે.જો કે એકથી વધુ વખત આ દંડ, કર વગેરેની રકમ ભરપાઈ કરવા માટે નોટિસ આપવા છતાં લ્હેણી રકમ ભરવા માટે ડિટેઇન વાહનના માલિકોએ દરકાર કરી નથી.
વાહન કાયદાની કલમ ૧૨-બી હેઠળ આ વાહન ડિટેઇન કરવામાં આવ્યાં છે. જે મુજબ આ ડિટેઇન કરવામાં આવેલા વાહનના નંબર GJ 03 BT 8453ના વાહન માલિકને રુ.૫૯,૭૪,૪૫૨ તેવી જ રીતે GJ 14T 4456ને રુ.૧,૬૭,૩૫૫, GJ 06X 9620ને રુ.૨,૫૮,૪૦૫, GJ 12 T 4544, રુ.૯,૦૬,૬૧૭, GJ 03 AX 0324ને રુ.૬૮,૦૦,૫૦૮ અને GJ 14 W 0150ને રુ.૭૧,૭૮,૩૧૪ની વાહન પર વાહન કર, દંડ, પેનલ્ટીની વગેરેની બાકી લ્હેણી રકમ ભરપાઈ કરવાની રહેશે.
આ બાકી રકમ અંદાજિત હોય બાકી લ્હેણી રકમ ભરપાઇ કરવા બાકીદારોએ એઆરટીઓ કચેરીએ રુબરુ ઉપસ્થિત રહ્યેથી બાકી રકમની ગણતરી મુજબ અરજદાર ભરણાને આધીન રહેશે. કુદરતી ન્યાયના સિદ્ધાંતો અનુસાર તા.૬-૨-૨૦૨૫ સુધીમાં લ્હેણી રકમ ભરવા અમરેલી એઆરટીઓ ખાતે વાહનના તમામ દસ્તાવેજો તથા ડિટેઇન વાહનનો મેમો રુબરુ રજૂઆત કરવા માટે આખરી તક આપવામાં આવે છે.
આ તારીખ પછી આવા કોઈ અરજદારનો વાહન પર હક્કદાવો રહેશે નહિ અને તેમ કરવામાં કસુર થશે તો વાહન રાજ્યસાત કરી વાહનોની હરાજી – વેચાણ કરી બાકી લ્હેણી રકમ વસૂલવામાં આવશે, જેની બાકીદારોને ગંભીર નોંધ લેવા તેમજ આ અંગેની સંપૂર્ણ જવાબદારી વાહન માલિકની રહેશે, તેમ અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments