દામનગર શહેર માં “ડ” વર્ગ ધરાવતી શહેરી વિકાસ વિભાગ ની નગરપાલિકા નો કાયદો ભલે ગમે તે કહે પણ નાગરિકો એ અનુશાસન માં રહેવું જોઈ એ ને ? રોડ રસ્તા ઉપર એકલા ન નીકળવું લાકડી વગર ન નીકળવું પોતા ની રક્ષા સ્વયંમ કરવી જોઈ એને ? પાલિકા અધિનિયમ ૧૯૬૩ થી ત્રાસદાયી કૃત્યો અટકાવકા ઢોર નિયંત્રણ જેવી બાબતો ભલે કાયદા થી નિર્દેષ્ટ હોય પણ કાયદો શુ કરી દે ? દામનગર શહેર વિસ્તાર આખલા યુદ્ધ હોય કે હડકાયા શ્વાન દિન પ્રતિ દિન વધતી રંજાડ થી રોજ બે વ્યક્તિ ઓ સરેરાશ ગંભીર ઇજા પામે છે આવશ્યક સેવા નિયમન માટે જવાબદારી ભલે પાલિકા ની હોય પણ નિભાવે કોણ ? વાતાંકુલીગ ઓફિસો માંથી તંત્ર એ વતસ્વીકતા ઉપર ધ્યાન આપવું જરૂરી છે રાભડા રોડ શાકમાર્કેટ ઉપર આખલા ની ઢીકે બકાલી અસ્તિ ભંગ હડકાયા શ્વાન દ્વારા અનેક વખત સીતારામનગર વિસ્તાર માં નાના બાળકો અને વૃદ્ધો ભોગ બની રહ્યા છે આખલા યુદ્ધ માં મિસ્ત્રી પરિવાર ની વૃધ્ધા અને શાકભાજી વિક્રેતા ગંભીર ઇજા પામ્યા રોજેરોજ નું પેટિયું રહી ખાતા અનેક શ્રમિકો પરિવારો તંત્ર ની ધોર બેદરકારી નો ભોગ બની રહ્યા છે ત્યારે કાયદો કારગત નહિ નીવડે પણ સ્વયંમ અનુશાસન પાળો ચેતતા નર સદા સુખી જેની જવાબદારી બને છે તે પાલિકા તંત્ર પોતા ની ફરજ બજાવે ત્યારે ખરું શહેર ના વિવિધ વિસ્તારોમાં રોજ આખલા હડકાયા શ્વાન ના વધતા જતા કિસ્સા સામાન્ય બની રહ્યા છે યાત્રા ઉત્સવ મેળાવડા ઓમાં તંત્ર ઊંચું આવી પ્રજા ની પ્રાથમિક અને આવશ્યક સેવા નિયમન માં ધ્યાન આપે તે ઇચ્છનીય છે
“હમ નહિ સુધરેગે” દામનગર પાલિકા તંત્ર શુ કરે ? કાયદો ભલે ગમે તે હોય પણ અનુશાસન તો નાગરિકો એ રાખવું જોઈ ને ?

Recent Comments