રાષ્ટ્રીય

ટ્રમ્પના વિરોધમાં કેમ રસ્તા પર ઉતર્યા લાખો લોકો? નેશનલ ગાર્ડ્સને સ્ટેન્ડ બાય રહેવા આદેશ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના કારણે માત્ર અમેરિકનો જ નહીં, અન્ય દેશોના નાગરિકો પણ રોષે ભરાયા છે. ટ્રમ્પે તાજેતરમાં જ એક AI વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ તાજ પહેરેલા અને ફાઈટર જેટમાંથી વિરોધીઓ પર મળ ફેંકતા જોવા મળ્યા છે. હવે આ વીડિયોના કારણે દેશભરમાં ભારે વિવાદ ઉભો થયો છે. એટલું જ નહીં ટ્રમ્પની નીતિઓનો જર્મની, સ્પેન, ઈટાલી, બ્રિટન, કેનેડામાં પણ વિરોધ થઈ રહ્યો છે. અનેક લોકો બેનરો સાથે ટ્રમ્પ વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.ટ્રમ્પની અવાર-નવાર આવી નીતિઓ અને સત્તાના દુરુપયોગના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વૉશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક, શિકાગો અને લોસ એન્જલસ જેવા શહેરોમાં લાખો લોકો રસ્તાપર ઉતરી આવી ‘નો કિંગ્સ’ના સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર દેખાવો કરી રહ્યા છે.સત્તામાં આવ્યા બાદ ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પદની શક્તિઓનો દુરુપયોગ કરીને અનેક કાર્યકારી આદેશ આપ્યા છે. તેમણે કોંગ્રેસને મળતું ફંડ અટકાવી દીધું, સંઘીય સરકારની છટણી કરી, અનેક દેશો પર મસમોટો ટેરિફ ઝિંક્યો છે. એટલું જ નહીં તાજેતરમાં તેમણે અનેક રાજ્યોમાં નેશનલ ગાર્ડ્સ તહેનાત કર્યા છે, જેના કારણે ગર્વનરો નારાજ થયા છે અને ટ્રમ્પના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.ટ્રમ્પે તાજેતરમાં શેર કરેલા વીડિયોના કારણે લોકો વધુ ગુસ્સે થયા છે. ન્યૂયોર્ક શહેરના ટાઈમ્સ સ્કેવર પર શનિવારે સવારે રેલી શરૂ થઈ હતી, જેમાં જોતજોતામાં હજારો લોકો જોડાઈ ગયા હતા. અહીં રસ્તાઓ અને સબવેમાં અનેક લોકો બેનરો સાથે એકઠા થાય છે અને તે તક્તીઓમાં લખાયું છે કે, ‘ડેમોક્રેસી નોટ મોનાર્કી’ એટલે કે લોકશાહી રાજતંત્ર નથી અને ‘ધ કૉન્સ્ટિટ્યૂશન ઈઝ નોટ એપ્શનલ’ એટલે કે બંધારણ વૈકલ્પિક નથી.સૌથી વધુ ન્યૂયોર્કમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે, જ્યાં આકાશમાં હેલિકોપ્ટર અને ડ્રોન ઉડતા પણ જોવામ ળી રહ્યા છે. એટલું જ નહીં પોલીસ પણ દેખાવકારો પર ચાંપતી નજર રાખી રહી છે. ન્યૂયોર્ક પોલીસે કહ્યું કે, ‘શહેરમાં પાંચ સ્થળોએ પ્રદર્શનો થયા છે, જેમાં એક લાખથી વધુ લોકો જોડાયા છે. અહીં શાંતિપૂર્ણ પ્રદર્શન યોજાયું છે, જેમાં કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.’સીનેટ માઈનોરિટી લીડર અને ન્યૂયોર્કના ડેમોક્રેટ નેતા ચક શૂમર પણ પ્રદર્શનમાં સામેલ થયા છે. શૂમરે એક્સ પર કહ્યું કે, ‘અમેરિકામાં કોઈપણ તાનાશાહી નથી. અમે ટ્રમ્પને લોકશાહી નબળી પાડવા નહીં દઈએ.’ વોશિંગ્ટન ડીસીમાં વરમોન્ટના સીનેટર બર્ની સેન્ડરે હજારોની ભીડને સંબોધીત કરતા કહ્યું કે, ‘અમે અહીં આવ્યા છીએ, તેનો અર્થ એ નથી કે, અમે અમેરિકાને નફરત કરીએ છીએ, અમે એટલા માટે આવ્યા છે કે, અમે અમેરિકાનો મોહબ્બત કરીએ છીએ.’અમેરિકા ઉપરાંત યુરોપમાં પણ ટ્રમ્પ નીતિઓના ભારે વિરોધ થઈ રહ્યો છે. જર્મનીની રાજધાની બર્નિલ, સ્પેનની રાજધાની મેડ્રિડ અને ઈટાલીની રાજધાની રોમમાં પણ પ્રદર્શનો થઈ રહ્યા છે. અહીં દેખાવકારો અમેરિકન સાથીઓના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. બ્રિટનના લંડનમાં અમેરિકન એમ્બેસી અને કેનેડાના ટોરંટોમાં અમેરિકન એમ્બેસી બહાર હજારો લોકો એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે.બીજીતરફ અમેરિકામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન જોતા નેશનલ ગાર્ડ્સને એલર્ટ રહેવા આદેશ આપી દેવાયા છે. ટ્રમ્પ સરકારે અનેક રાજ્યોમાં રિપબ્લિકન ગર્વનરોને નેશનલ ગાર્ડની યૂનિટ તૈયાર રાખવા આદેશ આપ્યો છે. જોકે સેનાના કેટલા જવાનો તહેનાત કરાતે તે સ્પષ્ટ કહેવાયું નથી. ટેક્સાસના ગર્વનર ગ્રેગ એબોટે ઓસ્ટિનમાં થનારા દેખાવો પહેલા નેશનલ ગાર્ડ્સને એલર્ટ કરી દીધા છે.

Related Posts