જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ અને વહીવટી તંત્રના સંકલનથી જાફરાબાદ, બગસરા, દામનગર, બાબરા, સાવરકુંડલા અને ધારી નગરપાલિકાઓ વિસ્તારમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે તિરંગા યાત્રા યોજાઈ હતી.
વિવિધ નગરપાલિકાકક્ષાએ આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં ગ્રામ્ય અને શહેર વિસ્તારના નાગરિકો સ્વંયભૂ રીતે તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રાના માધ્યમથી દેશભક્તિનો અનેરો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.
અમરેલી શહેર ખાતે આયોજિત તિરંગા યાત્રામાં પદાધિકારીશ્રીઓ, સ્થાનિક નાગરિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, મહિલા મંડળો, સ્વયંસેવક સંસ્થાઓ સહિત સૌ સહભાગી બન્યા હતા.
તિરંગા યાત્રાનો હેતુ દેશપ્રેમની ભાવના પ્રસરાવવાનો, રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી વધારવાનો હતો.
જિલ્લાના નાગરિકો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફ્લેગ કોડ મુજબ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ભારત સરકારના અધિકૃત પોર્ટલ https://harghartiranga.com ઉપર નાગરિકોને રજિસ્ટ્રેશન કરવા ભાવનગર નગરપાલિકા ઝોનના પ્રાદેશિક કમિશનરશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.



















Recent Comments