અમરેલી તા.૦૭ એપ્રિલ, ૨૦૨૫ (સોમવાર) સમગ્ર વિશ્વમાં ૦૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની થીમ ‘Healthy beginnings, Hopeful Futures’ રાખવામાં આવી છે. અમરેલી જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીનો હેતુ માતૃ-બાળ કલ્યાણ સેવાઓ નાગરિકો સુધી પહોંચે અને સગર્ભા માતાઓ અને બાળકો તંદુરસ્ત રહે તેને અનુલક્ષીને થીમ આધારિત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા પૂરતી કાળજી લે તો બાળક પણ તંદુરસ્ત જન્મે અને તેનાથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તેવા પ્રયત્નો સૌએ સાથે મળી કરવા જોઈએ. આ જનજાગૃત્તિ માટે સામાજિક કાર્યકરો, જન પ્રતિનિધિશ્રીઓ, આરોગ્ય તંત્ર સહિત તમામનું યોગદાન આવશ્યક છે, જેના થકી તંદુરસ્ત જિલ્લો, તંદુરસ્ત રાજ્ય અને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે.
આરોગ્ય દિવસની ઉજવણીના ઉપલક્ષમાં લોકો પોતાના સંપૂર્ણ આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવે અને યોગ્ય જાણકારી મેળવે તે માટે અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.


















Recent Comments