ભાવનગર

રંઘોળામાં શ્રાવણ માસ પર્વે યજ્ઞ ઉપાસના

રંઘોળામાં શ્રાવણ માસ પર્વે યજ્ઞ ઉપાસના કરતાં શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા જણાવાયું કે, યજ્ઞ એ શાસ્ત્ર સાથે આજનાં વિજ્ઞાનનો સમન્વય છે.

ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામે શાસ્ત્રી શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા શિવ સાધના માટેનાં શ્રાવણ માસ પર્વે હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ ઉપાસના શરૂ રહી.

યજ્ઞ વિધિ ઉપાસના એ આપણાં શાસ્ત્રની આધ્યાત્મિક સાધના સાથે આજનાં વિજ્ઞાનનો સમન્વય છે. યજ્ઞ આહુતિ અને તેની ઊર્જાવાન ધુમ્રસેરો વરસાદી વાદળોનું વાતાવરણ સર્જે છે.

શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા તેમના નિવાસ સ્થાને શ્રાવણ માસ પર્વે યજ્ઞ દ્વારા શિવ વંદના સાથે પર્યાવરણ પૂજન લાભ લેવાઈ રહેલ છે.

Related Posts