અમરેલી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોનો આંક 3700ને પાર. આજે ફક્ત 8 પોઝિટિવ કેસ સામે 12 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામા કુલ પોઝિટિવ કેસોનો આંક 3700ને ક્રોસ કરી ગયો. જિલ્લામાં લોકોના સહકારથી પોઝિટિવ કેસ ઓછા થતા જાય છે. આજે 8 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો જોવા મળી રહ્યો છે. સારવાર લઈ રહેલ દર્દીઓમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુ માં લેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે તેમાં લોકો અત્યારે માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરીને સહકાર આપવા અપીલ છે. યાદ રહે અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા.30 ડિસેમ્બર ના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 73 દર્દીઓ છે. આજે 12 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 40 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3702 પર પહોંચ્યો.
અમરેલીમાં કોરોના વધુ 8 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3702 પર
















Recent Comments