ગુજરાત

જૂનાગઢ એસ.ટી. વિભાગ હેઠળના વિભાગીય યંત્રાલયોમાં એપ્રેન્ટીસની ભરતી

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગ ખાતે એપ્રેન્ટીસની મંજૂરી સામે જૂનાગઢ વિભાગ હેઠળના વિભાગીય યંત્રાલય, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ઘોરાજી, માંગરોળ, બાંટવા તથા જેતપુર ડેપો ખાતે એપ્રેન્ટીસ એકટ ૧૯૬૧ અન્વયે ઓક્ટો-૨૦૨૪ના ભરતી સત્ર માટે એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મીકેનીક સાઈડે ધોરણ ૧૦ પાસ ફરજિયાત તથા આઈ. ટી. આઈ.ના ડીઝલ મીકેનીક/વેલ્ડર/વાયરમેન/આર્મેચર મોટર રીવાઈડીંગ/એમ.એમ.વી./ઈલેક્ટ્રીશ્યન/ કોપાટ્રેડમાં પાસ ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવામાં આવશે.

લાયકાત ધરાવતા ઉમેદવારની ઉંમર જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખના રોજ ૧૮ થી ૩૩ વર્ષ હોવી ફરજિયાત છે. ઉમેદવારોએ તા.૦૨/૦૯/૨૦૨૪ થી તા.૧૨/૦૯/૨૦૨૪ સુધીમાં કચેરીનાં ચાલુ કામકાજના દિવસો દરમિયાન અરજીપત્રક વિભાગીય કચેરી, મોતીબાગ પાસે, એસ.ટી. જૂનાગઢ ખાતેથી રૂબરૂમાં ફકત રૂા. ૫/-ની કિંમતે સમય ૧૧-૦૦ થી ૧૪-૦૦ વાગ્યા સુધીમાં મેળવી લેવાના રહેશે. આ અરજીપત્રકો તા.૧૨/૦૯/૨૦૨૪નાં રોજ ૧૪-૦૦ વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે, ત્યારબાદ અરજીપત્રકો સ્વીકારવામાં આવશે નહીં.

વધુમાં આ ભરતીમાં અરજી કરનાર ઈચ્છુક ઉમેદવારોએ દર્શાવેલ વેબસાઈટ રંંॅજઃ//ુુુ.ટ્ઠॅॅિીહંૈષ્ઠીજરૈॅૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન (જેમાં સ્કૂલ લીવીંગ પ્રમાણપત્ર, ૧૦ પાસ કર્યાની માર્કશીટ તથા આઈ.ટી.આઈનાં ટ્રેડમાં પાસ થયાની માર્કશીટ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે) ફરજિયાત કરવાનું રહેશે. જે ઉમેદવારો દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવેલ નહીં હોય તેવા ઉમેદવારોના ફોર્મ રદ/કમી પાત્ર ગણાશે. આ માટે વધુ માહિતી મેળવવા વિભાગીય નિયામકશ્રીની કચેરી, એસ.ટી. જૂનાગઢ ખાતે રૂબરૂ સંપર્ક સાધવો, તેમ વિભાગીય નિયામકશ્રી, એસ.ટી, જૂનાગઢ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts