આજરોજ તારીખ : ૦૧-૦૭-૨૦૨૧ના રોજ શ્રી ભરાડ ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ સંચાલિત શ્રી ભરાડ વિદ્યા મંદિર – અમરેલી દ્વારા ‘ડોક્ટર ડે’ની ઉજવણી કરવામાં આવી જેમાં અમરેલી શહેરના તમામ ડોક્ટર જેઓ કોરોના વોરીયસ તરીકે કામગીરી હતી તેઓને શ્રી શિક્ષણવિદ અને હાલ ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણનીતિમાં નિયુક્ત શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબ દ્વારા લખાયેલ “કોરોના વૈશ્વિક મહામારી” નામનું પુસ્તક તેમજ રોપા અને પ્રમાણપત્ર વગેરે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં ડો.હરેશભાઈ વાળા,ડો.વિજયભાઈ વાળા,ડો.પાર્થભાઈ મહેતા,ડો.પંચાલ સાહેબ,ડો. કાનાબાર સાહેબ,ડો.ભ્રમર સાહેબ,ડો.ધડુક સાહેબ, ડો.માંગા સાહેબ,ડો.ગજેરા સાહેબ વગેરે અમરેલીના નામાંકિત ડોકટરોનું સન્માન ભરાડ સ્કૂલના ડાયરેક્ટરશ્રી પંકજભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ભરાડ સ્કૂલના આચાર્યશ્રી પ્રફુલભાઈ મહેતા,અમરેલી શહેરના રોડરેકટ કલબ ઓફ અમરેલી માંથી કિશનભાઈ શીલુ,તેમજ સંજીવની ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય આશિષભાઈ કોટેચા તેમજ વિજયભાઈ ડાભી તેમજ ગોપાલભાઈ મહેતા દ્વારા ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવી,આ તમામ ડોકટરોનું સન્માન કરતા તેઓ દ્વરા શ્રી ભરાડ ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટના પ્રમુખશ્રી શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ સાહેબનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Comments