હવામાન ખાતાની આગાહીના પગલે અને પ્રવર્તમાન વરસાદની સ્થિતિને લઈને રેડ એલર્ટ હોય આથી જિલ્લાના નાગરિકોને સાવચેત અને સલામત રહેવાની અપીલ છે.સાવરકુંડલાના મણીનગર વિસ્તારમાં એક મકાન ઉપર વૃક્ષ પડતા ફાયર ટીમ અને તંત્ર દ્વારા જહેમત ઉઠાવી વૃક્ષને હટાવવામાં આવ્યું હતું.વરસાદની પ્રવર્તમાન સ્થિતિમાં નાગરિકો સાવચેતી, તકેદારી રાખી સલામત રહેવા, નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં, ડેમ સાઈટ નજીક અવરજવર ન કરવા અનુરોધ છે.
વરસાદની સ્થિતિમાં સાવરકુંડલામાં વૃક્ષ પડી જતાં આપત્તિ વ્યવસ્થાપન ટીમ દ્વારા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી


















Recent Comments