અમરેલી

વિકાસ વર્તુળ દ્વારા યોજાયેલી ૪૪મી જીકે આઇકયુ કસોટી. 

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોઈ ઉજવાઇ રહેલ અમૃત મહોત્સવના અનુસંધાને થઇ રહેલ વિવિધ પ્રવૃત્તિઓમાં એક વિકાસ વર્તુળ દ્વારા યોજાતી જીકે આઇકયુ કસોટીની પ્રવૃત્તિ પણ છે.તારીખ ૨૨-૦૯-૨૦૨૩ને રવિવારના   રોજ શાળાના ૨૨ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં જ જીકે આઇકયુ કસોટીની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી જેમાં નોંધપાત્ર બાબત એ હતી કે તેમાં બધાં જ વિધાર્થીઓ ઉતીર્ણ થયેલાં. જેમાં સોલંકી વૈભવ હસમુખભાઈએ ૯૪ માર્ક્સ પુંભડિયા શ્રેયાબેન શૈલેષભાઈએ  ૯૨.૫૦ માર્ક્સ અને ગોહિલ કાજલબેન રામભાઈએ ૮૩ માર્કસ સાથે મેઈન પરીક્ષામાં પ્રવેશ મેળવેલ.

તારીખ ૨૪-૧૨-૨૦૨૩ને રવિવારના રોજ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ખાતે આ ત્રણ વિદ્યાર્થીઓએ મેઈન પરીક્ષામાં હાજરી આપેલી. જેમાં સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૧ તેમજ ૧૨માંથી  કુલ ૧૦૦ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવેલ. આ કસોટીમાં જનતા વિદ્યાલય ,તાતણિયાના વિદ્યાર્થી સોલંકી વૈભવ હસમુખભાઈ ૯૦ ટકા માર્કસ મેળવી અને શિષ્યવૃતિના હકદાર બનેલ. તેમની આ સિદ્ધિ બદલ ટ્રસ્ટ પરિવાર, શાળા પરિવાર અને ગ્રામજનો તરફથી તેમના પર અભિનંદનની વર્ષા થયેલ. આવી સુંદર પ્રવૃત્તિ કરવા બદલ ટ્રસ્ટ પરિવાર અને ગ્રામજનોએ શાળાને પણ ખૂબ બિરદાવેલ.

Related Posts